- નલિયા ખાતે સાંઘીસિમેન્ટના સહયોગથી નમો કોવિડ હોસ્પિટલ કરાઈ શરૂ
- નમો કોવિડ હોસ્પિટલનું રાજ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કરયો પ્રારંભ
- 100 બેડની કોવિડ હોસ્પિટલથી આરોગ્ય સુખાકારીમાં થશે વધારો
કચ્છ: હાલની કોરોનાની પરિસ્થિતિ જોતાં દરેક વિસ્તારના ઉદ્યોગો અને કંપનીઓ પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે તે જરૂરી છે. જેના ભાગરૂપે સાંઘી સિમેન્ટ કંપની દ્વારા નલિયા ખાતે નમો કોવિડ હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો છે. જેથી સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના લોકોને કોરોનાની સારવાર માટેની તમામ સુવિધાઓ મળી રહે.
લિક્વિડ ઓક્સિજનની જરૂર પૂર્ણ થઈ જશે તો યોગ્ય સારવાર થઈ શકશે
પશ્ચિમ કચ્છના છેવાડે નલિયા ખાતે સાંઘી સિમેન્ટના સહયોગથી આ હોસ્પિટલ શરૂ થઈ રહી છે. જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થઈ શકશે અને ઝડપથી કોરીનાને માત પણ આપી શકાશે. સાંઘી સિમેન્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, અહીં ઓક્સિજન પ્લાન્ટ તો છે જ, પણ હાલ લિક્વિડ ઓક્સિજનની જરૂર છે જેની વ્યવસ્થા કરવામાં આવે તો સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારમાં ઓક્સિજનની અછત નિવારી શકાય.
સાંસદસભ્યો અને ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમ દરમિયાન સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, સાંઘી સિમેન્ટ ના ડાયરેક્ટર એન.ડી. ગોહિલ, એચ.આર.એ.સનાતન શ્યામલ તેમજ વેપારી મંડળ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.