કચ્છઃ કોરોના સામેની જંગમાં તંત્ર સતત કામગીરીમાં વ્યસ્ત છે. તંત્રએ વધુ 57 સેમ્પલ લીધા હતા. તો બીજીતરફ ભૂજ શહેરના સંજોગનગર સહિતના અનેક વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ વચ્ચે લેવાયેલા તમામ 35 સેમપ્લનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જયારે એક પોઝિટિવ મહિલા દર્દીના સેમ્પલ અયોગ્ય ઠર્યા હોવાથી આજે તેના ફરી સેમ્પલ મોકલાશે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે તંત્રએ કચ્છના પ્રથમ કોરોના પોઝિટિવ કેસ એવા લખપતના આશાલડીના મહિલાનો રિપોર્ટ ફરી પોઝિટિવ આવતાં હવે આરોગ્ય તંત્રે તેમના સેમ્પલનું અમદાવાદની ખાનગી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવા મોકલ્યા છે. આ મહિલા દર્દીનો પોઝિટિવ રિપોર્ટ બાદ એક નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. આ પછી ફરી રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. તંત્રએ રાજકોટને બદલે અમદાવાદની મેડિકલ કોલેજમાં પરીક્ષણ કરાવ્યું તે પણ પોઝિટિવ આવતાં હવે ખાનગી લેબમાં ટેસ્ટિંગ કરાવાઈ રહ્યુ છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માધાપરના યક્ષ મંદિર ખાતેના કોરોન્ટાઈન રખાયેલા નાગિરકો સહિત કુલ 57 સેમ્પલ પરીક્ષણ માટે મોકલ્યા છે.,જયારે માધાપરમાં 11 ટીમોએ 902 મકાનને આવરી લઈને 4392 લોકોનો સર્વે કર્યો છે. તંત્ર હવે ભૂજ સહિતના વિવિધ શહેરોમાં અલગથી સર્વેની કામગીરી કરવાની તૈયારી કરાઈ છે. રવિવારથી શહેરના સંજોગનગર સહિતના વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે.
દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 1880 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 50 જેટલા વ્યકિતઓને હોમ કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 304 જેટલા આઇસોલેશન વોર્ડ છે. હોમ ટુ હોમ સર્વે હેઠળ કુલ 22,01,597 લોકોનો સર્વે કરાયો છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 99.34 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
કચ્છના શહેરની વિસ્તારોમાં આરોગ્ય વિભાગની વધુ એક કવાયત, 57 લોકોના સેમ્પલ લેવાયાં - corona n gujrat
કોરોનાના ચાલી રહેલી આ મહામારીમાં ભૂજ શહેરના સંજોગનગર સહિતના અનેક વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવે છે. જેમાંથી 1 મહિલાનો રિપોર્ટ પાઝિટિવ આવ્યો હતો.