- કપડવંજમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ
- 9 મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ
- નગરપાલિકા દ્વારા સહકાર આપવા વેપારી અને નગરજનોને કરાઈ અપીલ
ખેડાઃ જિલ્લાના કપડવંજ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન વધુ 7 દિવસ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં વધુ 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાતા આગામી 9 મે સુધી કપડવંજ શહેરના બજાર સદંતર બંધ રહેશે. જેમાં દૂધ, શાકભાજી, ફ્રૂટના વ્યાપારીઓને આંશિક છૂટછાટ આપવામાં આવી છે. તેમજ શહેરમાં મેડીકલ સેવાઓ અવિરત ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ ખેડાના નડિયાદ અને કપડવંજમાં બપોરે 4 વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન
કોરોના સંક્રમણની ચેઈનને તોડવાના ભાગરૂપે લેવાયો નિર્ણય
કપડવંજ તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણની ચેઈનને તોડવાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા વેપારી મિત્રોને સહકાર આપવા તેમજ નગરજનોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કપડવંજ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ છે.