ETV Bharat / state

આફ્રિકામાં વડતાલનું પહેલું મંદિર તૈયાર, 1 જાન્યુઆરીએ લોકાર્પણ - સ્વામિનારાયણ પ્રસ્થાપિત આફ્રિકામાં પ્રથમ મંદિર

આફ્રિકામાં વડતાલનું પ્રથમ મંદિર (vadtal first temple made in Africa) બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. 1 જાન્યુઆરીએ નૈરોબીમાં 30 કરોડના ખર્ચે બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ (Inauguration of swaminarayan temple in Nairobi) કરવામાં આવશે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી સહિત સંતો દ્વારા મંદિરને ખુલ્લુ મુકવામાં આવશે.

1 જાન્યુઆરીએ નૈરોબીમાં 30 કરોડના ખર્ચે બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ

author img

By

Published : Dec 27, 2022, 8:42 PM IST

ખેડા: આફ્રિકાના નૈરોબીમાં વડતાલ ગાદીનું પ્રથમ મંદિર (vadtal first temple made in Africa) બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોએ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. 21842 સ્કવેર ફૂટ પથરાયેલા આ મંદિરને 1 જાન્યુઆરીએ ભક્તો માટે ખુલ્લુ મુકાશે. (Inauguration of swaminarayan temple in Nairobi)

30 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ: ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત વડતાલ ગાદીનું આફ્રિકામાં પ્રથમ મંદિર માત્ર બે જ વર્ષના ટુંકા સમયમાં બનીને તૈયાર થઈ ગયું છે. નૈરોબીમાં બનેલા વિશાળ મંદિરનું લોકાર્પણ વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી,મુખ્ય કોઠારી ડો સંત સ્વામી સહિત સંતો દ્વારા કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી ભક્તો મંદિરના દર્શન કરી શકશે.

આ પણ વાંચો: હેમુ ગઢવી હોલમાં હજાર 'ગીતા', સ્ત્રી સન્માનની અસાધારણ ઘટના

વડતાલના ગૌરવ સમાન ઘટના: નૈરોબીના આ મંદિરની વિશેષતા અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલના ગૌરવ સમાન ઘટના છે. મૂળ સંપ્રદાયનું પોષણ થઈ રહ્યું છે તેનો અમને આનંદ છે. આ મંદિર બનાવવામાં સંતો અને હરિભક્તોએ બહુમૂલ્ય ભોગ આપ્યો છે. સેવકોએ તન મન ધનથી યોગદાન આપ્યું છે. જે અંતર્ગત મંદિરનો કળશ અને ધ્વજદંડ સોનાથી બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સાત સમંદર પાર 221 મી સ્વામિનારાયણ મહામંત્ર જયંતીની આસ્થાભેર ઉજવણી

શું છે મંદિરની વિશેષતા: આ વડતાલ તાબાનું આફ્રિકામાં પહેલું મંદિર છે. આ મંદિરનો શિલાન્યાસ 5 ડિસેમ્બર વર્ષ 2022માં કરવામાં આવ્યો હતો. નૈરોબીનું આ મંદિર 21842 સ્કવેર ફૂટમાં જમીનમાં પથરાયેલા મંદિરને બનતાં બે વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિર 30 કરોડ રૂપિયાનો ખર્ચે તૈયાર થયું છે. આ વિશાળ મંદિરની ડિઝાઈન ચેરમેનશ્રી કે કે વરસાણીના માર્ગદર્શન પ્રમાણે ચંદ્રેશભાઈ બાબરીયાએ કરી છે. શિખર સાથે મંદિરની ઉંચાઇ 60 ફૂટ છે અને પહોળાઈ 110 ફૂટ છે. મંદિરના ગ્રાઉન્ડફ્લોર પર 25 અને હોલમાં 7 પીલ્લર છે. આ મંદિરના ગર્ભગૃહની સાઈઝ 10 ફૂટ છે. નૈરોબીના મંદિરમાં કુલ 22 પગથિયાં છે. તો મંદિરમાં 3 ઘુમ્મટ અને 3 શિખર છે. આ મંદિરની આસપાસ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. વિદેશની ધરતી પર સતત ૩૦૦ સ્વયંસેવકની ટીમ સેવા આપી રહી છે. આ સ્વામિનારાયણ મંદિરમાં એક સાથે 1400 હરિભક્તોને આરામથી દર્શન કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.