ETV Bharat / state

ખેડા જિલ્લામાં 2 લાખથી વધુ નાગરિકોને રસીકરણ - kheda corona updates

વિશ્વવ્યાપી કોવિડ-19 મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન ખેડા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવામાં આવ્યું છે.

ખેડા જિલ્લામાં 2 લાખથી વધુ નાગરિકોને રસીકરણ

author img

By

Published : Apr 17, 2021, 1:13 PM IST

Updated : Apr 17, 2021, 2:23 PM IST

  • ખેડામાં રસીકરણ ઝુંબેશને વેગ
  • જિલ્લામાં 243979 નાગરિકોને રસી અપાઈ
  • વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન

ખેડા: સમગ્ર રાજ્યમાં વિનામૂલ્‍યે કોરોના રસીકરણના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્‍યારે રાજ્યનાં તમામ જિલ્‍લાઓમાં વહિવટી તંત્ર દ્વારા વિનામૂલ્‍યે રસીકરણ કાર્યક્રમો તથા કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

1,533 લાભાર્થીને આજે પ્રથમ અને બીજો એમ બે ડોઝ આપવામાં આવ્યા

​આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્‍લામાં તા.1લી માર્ચ-21થી શરુ થયેલા કોરોના રસીકરણના ત્રીજા તબકકામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરના 10 લાભાર્થીને (પ્રથમ ડોઝ) રસી આપવામાં આવી છે. તેમજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કરના 9 લાભાર્થીને (બીજો ડોઝ) રસી આપવામાં આવી. 45 વર્ષથી વધુ હોય તેવા 968 લોકોને પ્રથમ અને 45 વર્ષથી વધુ હોય તેવા 1,533 લાભાર્થીને આજે પ્રથમ અને બીજો એમ બે ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિસનગરમાં વેપારી વર્ગ માટે રસીકરણ કેમ્પ યોજાયો

કુલ 230 સેશન યોજવામાં આવ્યા

અત્યાર સુધીમાં હેલ્થ કેર વર્કરોમાં (પ્રથમ ડોઝ) કુલ 13,010 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. આ અભિયાન માટે કુલ 230 સેશન યોજવામાં આવ્યા હતા. ફ્રન્ટલાઇન વર્કરોમાં (બીજો ડોઝ) કુલ 37,043 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. હેલ્થ કેર વર્કરને (પ્રથમ ડોઝ) કુલ 10,749 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. ફ્રન્ટલાઇન વર્કર (બીજો ડોઝ) કુલ 11,666 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે.

આ પણ વાંચો: પ્રદેશ ભાજપે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીએ રસીકરણ કાર્યક્રમ યોજ્યો

જિલ્લામાં 243979 નાગરિકોને રસીકરણ કરાયું

45 વર્ષથી વધુ હોય તેવા લોકોને (પ્રથમ ડોઝ) કુલ 243979 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે. 45 વર્ષથી વધુ હોય તેવા (બીજો ડોઝ) કુલ 16535 લાભાર્થીને રસીનો લાભ મળ્યો છે.ત્યારે જિલ્લાના નાગરિકોએ રસી લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે.

Last Updated : Apr 17, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.