જીલ્લામાં નડિયાદ, કપડવંજ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. વરસાદ તેમજ વાવાઝોડાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મહેમદાવાદમાં સિંચાઈ વિભાગની કચેરીની દીવાલ ધરાશાયી થઇ હતી. મહેમદાવાદના રામનગર વિસ્તારમાં વર્ષો જૂનો ઘટાદાર વડલો તુટીને હાઈવોલ્ટેજ ટ્રાંન્સફોર્મર પર પડ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
વડ પડવાથી નજીકના મકાન, દુકાન તેમજ ટ્રેકટરને નુકશાન થયું હતું. વૃક્ષ ધરાશાયી થવાને પગલે વિસ્તારનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. ઘટનાને પગલે મામલતદાર, નગરપાલિકા પ્રમુખ તેમજ MGVCLના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.