સૂર્ય ગ્રહણને લઈને યાત્રાધામ ડાકોર ખાતે મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુરૂવાર 26 ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણનો સમય 7:55 થી 10:55 સુધીનો છે. જે સમય દરમિયાન મંદિર બંધ રહેશે. તેમજ બપોરે 12 વાગ્યે મંગળા આરતી થઈ મંદિરમાં દર્શન થઈ શકશે. ત્યારબાદ ભગવાન ધનુર્માસ આરોગવા બિરાજશે જેને લઇને બંધ રહેશે.ત્યારબાદ બપોરે 1:30 દર્શન ખુલી 2:00 વાગ્યા સુધી દર્શન થશે. 2:00 વાગે ભગવાન ત્રણ ભોગ આરોગવા બિરાજશે જેથી દર્શન બંધ રહેશે. બાદમાં 2 30 થી 3:00 વાગ્યા સુધી દર્શન થશે.3:00 વાગ્યે રણછોડરાયજી રાજભોગ આરોગવા બિરાજશે તે સમયે દર્શન બંધ રહેશે.બાદમાં 3:30 વાગે દર્શન ખુલી 4:00 વાગ્યા સુધી દર્શન થશે.4:00 વાગે દર્શન બંધ થશે એ દરમિયાન ભક્તોને મંદિર પ્રવેશ બંધ રહેશે.પછી 4:15 વાગ્યે મંદિર ખુલી 4:30 વાગ્યે આરતી થઈ નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. આમ સૂર્ય ગ્રહણને લઈને બપોરે 12 વાગ્યે મંગળા આરતી થઈ દર્શન ખુલશે. જે દિવસ દરમ્યાન નિત્યક્રમ મુજબ દર્શન ખુલ્લા રહેશે.
ગ્રહણના સમય બાદ બાર વાગ્યે રણછોડરાયજીનું મંદિર ખુલ્યા બાદ મંગળા આરતી થશે.પંચામૃત સ્નાન અને ષોડશોપચાર વિધિ થશે.ગ્રહણના આગળના દિવસથી મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે તેમજ બીજા દિવસે યજ્ઞનું વિસર્જન કરવામાં આવે છે.