ETV Bharat / state

ખેડાઃ મહુધાના તાલુકા વિકાસ અધિકારીએ અલીણા ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું - ખેડામાં સ્વચ્છતા અભિયાન

સરકાર દ્વારા ઘણા સમયથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, વિવિધ ગામ, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોઈને સ્વચ્છતા અભિયાનના અમલીકરણ અંગે પ્રશ્નાર્થ સર્જાતા હોય છે, ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ગત 1 અઠવાડિયાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ETV BHARAT
મહુધાના તાલુકા વિકાસ અધિકારીએ અલીણા ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું
author img

By

Published : Sep 12, 2020, 5:13 AM IST

ખેડાઃ સરકાર દ્વારા ઘણા સમયથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, વિવિધ ગામ, શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ જોઈને સ્વચ્છતા અભિયાનના અમલીકરણ અંગે પ્રશ્નાર્થ સર્જાતા હોય છે, ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ગત 1 અઠવાડિયાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ETV BHARAT
સ્વચ્છતા અભિયાન

મહુધા તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલિયા દ્વારા ગત 1 અઠવાડિયાથી તાલુકાના સૌથી મોટા અલીણા ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ગામમાં વર્ષોથી કોઈ સફાઈ કરવામાં આવી ન હોય, તેવી રીતે ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયા હતા. ખદબદતી પારાવાર ગંદકીને લઇને ત્રસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતને ગામમાં સફાઈ કામગીરી કરવા જણાવાયું હતું. જો કે, આમ છતાં ગ્રામ પંચાયત દ્વારા સંતોષજનક કામગીરી નહીં કરવામાં આવતાં તાલુકા વિકાસ અધિકારીએ પોતાની દેખરેખ હેઠળ ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.

ETV BHARAT
સંકલ્પ પત્ર

તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામમાં સફાઈ કરાવ્યા બાદ ઘરે ઘરે ફરી લોકોને સ્વચ્છતા જાળવવા જાગૃત કરવા સાથે ગામમાં સ્વચ્છતા રાખવાનો સંકલ્પ લેવડાવી સંકલ્પ પત્ર ભરાવવામાં આવ્યા હતા.

સફાઈ અભિયાનની કામગીરીમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર સાથ આપ્યો હતો. આ ઉપરાંત ગામને ગંદકીથી મુક્ત કરવા માટે નિર્ધાર કર્યો હતો.

મહુધાના તાલુકા વિકાસ અધિકારીએ અલીણા ગામમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે, ત્યારે તેની પાછળ પંચાયતોને સાધન સહાય તેમજ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવતી હોય છે. લાખો રૂપિયાના આંધણ બાદ પણ તાલુકા વિકાસ અધિકારીને જાતે સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે છે, તે દર્શાવે છે કે ગામોમાં સ્વચ્છતા અભિયાનનું અમલીકરણ કઈ રીતે થતું હશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.