છેલ્લા એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં રોડ પર ફરતા સિંહોની અવરજવરનો વીડિયો જોવા મળ્યો હતો. ત્યારે આ વીડિયો સેલાવિયા-બાલાસિનોર રોડ પર આવેલા પેટ્રોલ પંપનો હોવાનો તેમજ ખેડાના જુદા-જુદા સ્થળોનો હોવાના લખાણ સાથેના વીડિયો વાયરલ થયો છે. જોકે આ અંગે વનવિભાગ દ્વારા અન્ય કોઈ સ્થળનો વીડિયો હોવાનું જણાવ્યું હતું. જેમાં આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારનો હોવાનું જણાઈ રહ્યું છે. આ વાયલર વીડિયોના પગલે ખેડા તેમજ મહીસાગર જિલ્લામાં સિંહ આવ્યા હોવાની અફવાએ જોર પકડ્યું હતું.
અત્રે મહત્વનું છે કે, થોડા સમય અગાઉ મહીસાગર જિલ્લાના જંગલમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઈ હતી. ત્યારે તેને લઇને અવારનવાર વાઘ-સિંહ આવ્યા હોવાની અફવાઓ બંન્ને જિલ્લામાં ફેલાતી જોવા મળે છે.