ETV Bharat / state

ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર, વડતાલ અને નડીયાદ મંદિરના દ્વાર 11 જૂનને શુક્રવારથી ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે. જેને લઈ ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 58 દિવસોથી મંદિર બંધ રહેતા બંધ દ્વારે શીશ નમાવી પરત ફરતા શ્રદ્ધાળુઓ આજે ભગવાનના દર્શન કરી ભાવુક બન્યા હતા.

ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા,

author img

By

Published : Jun 11, 2021, 2:19 PM IST

  • ખેડાના મંદિરોના દ્વારા ભાવિકો માટે ખુલ્યા
  • યાત્રાધામ ખુલતા ભાવિકોમાં ખુશીની લાગણી છવાઈ
  • ભાવિકોની દર્શન માટે કતાર જોવા મળી

ખેડાઃ કોરોનાની બીજી લહેર શરૂ થતાની સાથે જ ગુજરાતના દરેક યાત્રાધામ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. 14 એપ્રિલના રોજ સરકારે જાહેર કર્યા પ્રમાણે જ્યાં મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ભેગી થતી હોય એવા યાત્રાધામો બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇ રાજ્યના તમામ યાત્રાધામ બંધ કરવામાં આવ્યા હતા.

ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા

યાત્રાધામ ખુલતા ભાવિકોમાં ખુશીની લાગણી

હાલ બે દિવસ પહેલાની જાહેરાત પ્રમાણે સરકારી ગાઇડલાઇન મુજબ દરેક યાત્રાધામને મર્યાદિત સંખ્યામાં ખોલવા માટે નિર્ણય કર્યો હતો. જેને લઇ આજે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામો ડાકોર રણછોડરાયજી મંદિર, વડતાલ સ્વામીનારાયણ મંદિર અને નડીયાદ સંતરામ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં જ મંદિર ખોલવાની જાહેરાત થતાની સાથે જ ભક્તોમાં અને સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.

આ પણ વાંચોઃ ખેડામાં ડાકોર અને વડતાલ સહિતના યાત્રાધામોના દ્વાર શુક્રવારથી ભાવિકો માટે ખુલશે

ભાવિકોની દર્શન માટે લાગી કતાર

યાત્રાધામ ડાકોર, વડતાલ અને નડીયાદ ખાતે આજે મંદિર ખુલતા ભાવિકોની દર્શન માટે કતાર જોવા મળી હતી. મંદિર બંધ હોવાથી બંધ દ્વારે શીશ નમાવી પરત ફરતા ભક્તો 58 દિવસો બાદ આજે ભગવાનના દર્શન કરતા ભાવુક બન્યા હતા.

કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત પાલન

50 વ્યક્તિઓની મર્યાદામાં સરકારી ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોવિડ ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ સેનેટાઈઝ કરી મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશ અપાયો હતો. જો કે ભાવિકોને મંગળા આરતી દરમિયાન મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

આ પણ વાંચોઃ 11 June થી ખૂલશે ભગવાનના દ્વાર - સોમનાથ મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.