ETV Bharat / state

દેવ દિવાળીના દિવસે ડાકોરના ઠાકોરના દરવાજા ભાક્તો માટે રહેશે બંધ

દિવાળીના તહેવારો બાદ વધેલા કોરોના સંક્રમણને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 30 નવેમ્બરના રોજ પૂનમે દેવદિવાળીના રોજ આખો દિવસ મંદિરમાં ભક્તોનો પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી ડાકોર ટેમ્પલ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Dakor temple
Dakor temple
author img

By

Published : Nov 24, 2020, 11:04 PM IST

  • દેવ દિવાળીએ ડાકોરના ઠાકોરના દરવાજા ભાવિકો માટે બંધ
  • આખો દિવસ મંદિરમાં ભક્તોનો પ્રવેશ રહેશે બંધ
  • વધતા કોરોના સંક્રમણને પગલે ટેમ્પલ કમિટીનો નિર્ણય

ખેડાઃ દિવાળીના તહેવારો બાદ સમગ્ર ખેડા જિલ્લા સહિત ડાકોરમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇ ડાકોર ટેમ્પલ કમિટિ દ્વારા ગઈકાલે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તારીખ 30 નવેમ્બરના દિવસે દેવ દિવાળીએ મોટી પૂનમ હોવાથી પૂનમના દિવસે આખો દિવસ ભક્તોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ગુરુવારે તુલસી વિવાહના દિવસે સાંજે પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ટેમ્પલ કમીટિ દ્વારા કરવામાં આવ્યો હતો.

દેવ દિવાળીના દિવસે ડાકોરના ઠાકોરના દરવાજા ભાક્તો માટે રહેશે બંધ
ડાકોરમાં પૂનમના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં આવે છે ભાવિકો મહત્વનું છે કે ડાકોર ખાતે પૂનમના દિવસે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે. જેને લઈ ડાકોરના ઠાકોરના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.પરંતુ કોરોના મહામારીને પગલે પૂનમના દર્શન છ માસથી બંધ રાખવામાં આવ્યા હતા. જે શરદપૂર્ણિમાથી પૂનમના દર્શન ખુલ્લા કરવામાં આવ્યા હતા પરંતુ , મહામારીના વધતા સંક્રમણને પગલે પૂનમના દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.