ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં સંવિદ ગુરુકુલનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તેમજ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી, સંતો, આમંત્રિતો અને લોકો મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓએ સમજવું જોઈએ કે, નરેન્દ્ર મોદી લસણ-ડુંગળીના ભાવ સસ્તા કરવા માટે વડાપ્રધાન નથી બન્યા, પરંતુ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે. તેથી દેશવાસીઓએ તેમનુ સમર્થન કરવું જોઈએ. સૌ એ સંગઠીત બની રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગવું જોઈએ તેમ જણાવ્યું હતું.