ETV Bharat / state

SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થતાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ થકી ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.ખેડા જિલ્લાના ચુણેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા ફેસીલીટેટર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન ભટ્ટ પર આશા એવોર્ડ માટે નામ બદલવાની ગેરસમજને લઈને અરજી અને રજૂઆતો થઈ હતી.

Etv BharatSWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

author img

By

Published : Apr 28, 2023, 7:59 AM IST

Updated : Apr 28, 2023, 12:48 PM IST

SWAGAT Week Celebration: ઓનલાઈન સ્વાગત માં રજૂઆત બાદ પુન: નિયુક્તિ કરાઈ

ખેડાઃ ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. જેમાં ગેરસમજણને લઈને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીને ફરીથી ફરજ પર નિયુક્ત કરી લેવામાં આવ્યા છે. આ કર્મચારીનું નામ દક્ષાબેન ભટ્ટ છે. જેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને શરૂ કરેલા આ માધ્યમથી ન્યાય મળ્યો છે. ફરીથી એ જ ફરજ પર નિયુક્તિ કરવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમને વીસ વર્ષ પૂરા થતા સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Navsari news: નવસારીમાં સમલૈંગિક લગ્નના વિરોધમાં મહિલાઓ દ્વારા કલેકટરને આવેદન અપાયું

સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાઃ ગેરસમજને પગલે તેમને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં દક્ષાબેન દ્વારા સ્વાગત ઓનલાઈનમાં મુખ્યપ્રધાનને ન્યાય માટે રજૂઆત કરતા તપાસ બાદ આઠ મહિને તેમને ફરજ પર પુન: નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોનો સંવેદનશીલતા સાથે નિકાલ લાવવાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થતા સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.સ્વાગત કાર્યક્રમની શરૂઆત વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 એપ્રિલ 2003 ના રોજ કરવામાં આવી હતી.

રજૂઆત કરવામાં આવી હતીઃ મહુધા તાલુકાના ચુણેલ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 15 વર્ષથી આશા ફેસિલિટેટર તરીકે દક્ષાબેન ભટ્ટ ફરજ બજાવે છે. શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિ વર્ષ આશા બહેનોને આશા એવોર્ડ આપવામાં આવતો હોય છે. જેમાં ગત વર્ષના આશા એવોર્ડ માટે નામ બદલવાની ગેરસમજને પગલે દક્ષાબેન વિરૂદ્ધ અરજી અને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ ઉતાવળે લીધેલા નિર્ણયને પગલે દક્ષાબેનને આશા ફેસિલિટેટરની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે સ્વાગતમાં ન્યાય માટે મુખ્યપ્રધાનને રજૂઆતને પગલે 8 માસ બાદ પુન:નિયુક્તિ કરાઈ છે.

આ પણ વાંચોઃ Bullet train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતો બની ગયા કરોડપતિ

ઓનલાઈન અરજી કરાઈઃ આશા એવોર્ડ માટે નામ બદલવા મામલે તેમની વિરૂદ્ધ થયેલી અરજીને પગલે દક્ષાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેમાં તેમને અન્યાય થયો હોવાનું જણાતાં તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી ન્યાય આપવા માટે મુખ્ય પ્રધાનને સ્વાગત ઓનલાઈન અરજી કરી હતી. જેમાં મુખ્યપ્રધાન દ્વારા આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ સૂચના આપવામાં આવી હતી. જેને પગલે ફરીથી તપાસ કરી આઠ માસ બાદ હાલ દક્ષાબેનને ફરજ પર પુન: નિયુક્ત કરવામાં આવ્યા છે.

આભાર વ્યક્ત કર્યોઃ આ બાબતે વાત કરતા આભારની લાગણી સાથે દક્ષાબેને જણાવ્યું હતું કે, ગેરસમજને પગલે મને અન્યાય થયો હોવાનું જણાતાં મે મુખ્યપ્રધાનને સ્વાગત ઓનલાઈનના માધ્યમથી ન્યાય મેળવવા અરજી કરતાં મને ન્યાય મળ્યો હતો. મને આઠ માસ બાદ પુન: નિયુક્તિ આપવામાં આવી છે. એક દિકરીની લાગણી સમજી સંવેદનશીલતાથી મને ન્યાય અપાવવા બદલ હું મુખ્યપ્રધાનનો ખૂબ આભાર માનું છું. તેમજ આ કાર્યક્રમથી નાનામાં નાનો માણસ પણ રજૂઆત કરી શકે છે. તે માટે કાર્યક્રમની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું. તેમ તેમણે જણાવ્યુ હતું.

Last Updated : Apr 28, 2023, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.