ETV Bharat / state

નડીયાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો,7થી વધુ ઈજાગ્રસ્ત - Nadiad

નડિયાદ રાજીવનગરમાં તળાવની માટીને લઈને થયેલા ઝઘડામાં એક જ કોમના બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેમાં 7 ઉપરાંત લોકોને ઈજાઓ પહોંચી હતી.પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

xx
નડીયાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો,7થી વધુ ઈજાગ્રસ્ત
author img

By

Published : Jun 4, 2021, 1:34 PM IST

  • એક જ કોમના બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો
  • 7 ઉપરાંત વ્યક્તિ ઈજાગ્રસ્ત
  • શહેર પોલિસે સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરી

નડીયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં બે પિતરાઈ ભાઈઓના કુટુંબ વચ્ચે તળાવની માટીને લઈને ઝઘડો થયો હતો.જે ઉગ્ર બનતા મારામારી અને ભારે પથ્થરમારો થયો હતો.

7 ઉપરાંત વ્યક્તિ ઈજાગ્રસ્ત

પથ્થરમારો થતાં 7 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.તેમજ ચાર જેટલા વાહનોને પણ નુકસાન થયું હતું.ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

નડીયાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો,7થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો : નડિયાદમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થતાં 12 ઇજાગ્રસ્ત

પોલિસે કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ પોલીસને થતાં અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.સ્થિતિ વધુ વણસે તે પહેલાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી.પોલીસે ઘટના સંદર્ભે ગુનો નોંધવા સહિત કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદના બે યુવકોએ ઈન્દોરના એક વેપારીને છેતર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.