- સરકારી જમીનમાંથી પરવાનગી વગર 1500 જેટલા ટ્રક માટીની ચોરી (Soil theft scam )
- તળાવનું ખોદકામ કરીને માટી બારોબાર વેચી મારી
- તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તપાસની માંગ
ખેડા : જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પહાડ ગામની ગૌચર જમીનમાંથી લાખો રૂપિયાની માટીની બેફામ ચોરી (Soil theft scam ) કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સરપંચ અને તલાટી દ્વારા જ કૌભાંડ આચરાયુ
મહેમદાવાદ શહેરથી ચારેક કિલોમીટરને અંતરે આવેલાં પહાડ ગામની સીમમાં સરકારી ગૌચર જમીન આવેલી છે. આ જમીનમાં તળાવ બનાવવામાં આવી રહ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. તળાવનું ખોદકામ કરીને તેની માટી બારોબાર વેચી મારવામાં આવી હોવાના આક્ષેપો સરપંચ અને તલાટી પર થઈ રહ્યા છે. આ માટી પણ ખાનગીધોરણે લાખો રૂપિયામાં વેચી દીધી હોવાનું જણાવાઈ રહ્યું છે. તાલુકાના સણસોલી અને નેનપુર નજીક આવેલા અનેક ફાર્મ હાઉસમાં માટી પુરણ માટે આ માટી વેચી દીધી હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.
સરકારી જમીનમાંથી પરવાનગી વિના 1500 જેટલા ટ્રક માટીની ચોરી (Soil theft scam )
પહાડ ગામની ગોચર જમીનમાં કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર સ્થાનિક આગેવાનોની મિલિભગતથી 1500 જેટલા ટ્રક ભરીને માટી વેચી દેવામાં આવી છે. જે કુલ 25 લાખ રૂપિયા જેટલી કિંમતની માટી વેચીને કૌભાંડીઓ (Soil theft scam ) બધા પૈસા ચાઉં કરી ગયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યુ છે.
તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તપાસની માંગ
સમગ્ર કૌભાંડ મામલે સરપંચ અને તલાટી સામે આક્ષેપો થઈ રહ્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પરમાર દ્વારા આ કૌભાંડની તપાસ કરવાની અને સરપંચ-તલાટી સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. જેને લઈ મામલતદારને અરજી કરતા મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને યોગ્ય કરવા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો -