ETV Bharat / state

ખેડાના ચુણેલમાં વાંસ કૌભાંડમાં 10 કૌભાંડીઓ સામે કાર્યવાહી માટે બીજી વખત હુકમ

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વર્ષ 2012 માં જરૂરિયાત મંદ શ્રમિકોને રોજગારી પુરી પાડવાના હેતુથી સરકાર દ્વારા રૂપિયા 17.63 લાખના ખર્ચે વાંસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટને ભ્રષ્ટાચારીઓએ અજગરી ભરડો લેતાં પ્રોજેક્ટનો કોઈ હેતુ સર્યો નહોતો અને કૌભાંડીઓએ રૂપિયા બારોબાર વગે કરી દીધા હતા.જેને લઇ રજૂઆતો થતા તપાસ બાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાજેતરમાં સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 10 જેટલા કૌભાંડીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી નાણાં વસુલાત કરવા સહિતની કાર્યવાહી કરવા બીજી વખત હુકમ કરવામાં આવ્યો છે.

Kheda news
Kheda news
author img

By

Published : Jul 23, 2021, 9:22 PM IST

  • મહુધાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટમાં રૂપિયા 17.63 લાખનું કૌભાંડ
  • શ્રમિકોના ખોટા જોબ કાર્ડ બનાવી બારોબાર રૂપિયા વગે કર્યા
  • કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા બીજી વખત કરાયો આદેશ

ખેડા: જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં વાંસ પ્રોજેક્ટમાં કૌભાંડ (scam) આચરાયું હોવાની રજૂઆતોને પગલે તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા સ્થળ તપાસ કરાઇ હતી. જેમાં શ્રમિકોના ખોટા જોબ કાર્ડ (fake job card) બનાવી બારોબાર રૂપિયા વાપરી નાખી 17.63 લાખનું કૌભાંડ આચરાયું હોવાનું ફલિત થતાં તે અંગેનો વિગતવાર રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને મોકલાવ્યો હતો. જેને લઇ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા સરપંચ અને તલાટી સહિત 10 કર્મચારીઓ-અધિકારીઓ વિરુદ્ધ નાણાંની વસૂલાત કરવા સહિત પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કરાયો હતો. જોકે તે આદેશને ચાર માસ જેટલો સમય થવા છતાં કોઈ વસૂલાત કે ફરિયાદ નહીં નોંધાતા વિધાનસભા તેમજ જિલ્લા સંકલનમાં તે અંગે રજૂઆતો કરાઈ હતી. જેને લઇ તાજેતરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ફરીથી નાણાં વસુલાત અને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરાયો છે તેમ છતાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

ખેડાના ચુણેલમાં વાંસ કૌભાંડમાં 10 કૌભાંડીઓ સામે કાર્યવાહી માટે બીજી વખત હુકમ
ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપસમગ્ર જિલ્લામાં ચર્ચિત આ વાંસ કૌભાંડ (bamboo scam) પર રાજકીય દાવપેચ પણ ખેલાયા હતા. રજૂઆત બાદ વિગતવાર તપાસ કરી કૌભાંડ બહાર લાવનારા તત્કાલીન મહિલા તાલુકા વિકાસ અધિકારીની ખૂબ જ ટૂંકા ગાળામાં બદલી કરી દેવામાં આવી હતી. તેમજ કૌભાંડીઓ વિરુદ્ધ લાંબા સમય સુધી કોઇ કાર્યવાહી નહીં થતાં ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતું હોવાનું ચિત્ર ખડું થયું હતું. જેને લઇ ફરિયાદી અને ગ્રામજનો દ્વારા કાર્યવાહીની માગ સાથે અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતા અંતે તાજેતરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (District Rural Development Agency) દ્વારા વસૂલાત અને ફરિયાદ દાખલ કરવા તાલુકા વિકાસ અધિકારીને બીજી વખત હુકમ કરવામાં આવ્યો છે. 10 પદાધિકારી અને કર્મચારી સામે પોલીસ ફરિયાદ અને વસૂલાતના આદેશજિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (District Rural Development Agency) દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા 10 જેટલા કર્મચારી અને પદાધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને ફરજમુક્ત સાથે રૂપિયા 17.63 લાખની સાત દિવસમાં વસૂલાતનો આદેશ કરાયો છે.વસુલાત અને પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ થતા નિયમાનુસાર કાર્યવાહી થશે : TDOઆ અંગે તાલુકા વિકાસ અધિકારી (TDO) ડૉ.જબુકા કોટડીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા 10 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા તેમજ રૂપિયા 17 લાખની વસૂલાત કરવા હુકમ કરાયો છે. જે અંગે નિયમાનુસાર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું. જોકે બીજી વખત હુકમ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું હતું કે, પ્રથમ હુકમ બાદ કયા કયા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવી તે અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જે બીજી વખતના હુકમમાં માર્ગદર્શન મળતાં હવે તે મુજબ કાર્યવાહી થશે તેમ જણાવાયું હતું. હવે કૌભાંડીઓ સામે ક્યારે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.