જિલ્લા વિકાસ અધિકારી(DDO) ગાર્ગી જૈન વિરૂદ્ધ જિલ્લાના અનેક ગામોના સરપંચોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જિલ્લાના 100થી વધુ ગામનાં સરપંચો સૂત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં જિલ્લાના 6 સરપંચોને સસ્પેન્ડ કર્યા હતા. જે અયોગ્ય રીતે સસ્પેડ કરાયા છે, તેવો આક્ષેપ કરી જિલ્લા વિકાસ અધિકારીની બદલીની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગામે ગામ ફરી કામચોર અધિકારીઓ અને ભ્રષ્ટાચારીઓ સામે 'ઓન ધિ સ્પોટ' ફેંસલો, તંત્રમાં ફફડાટ પરંતુ જનતામાં ખુશી !
સરપંચોએ આક્ષેપ કર્યો હતો કે, જિલ્લા વિકાસ અધિકારી ગામોની મુલાકાત લઇ યેન કેન પ્રકારે સરપંચોને સસ્પેન્ડ કરે છે. જે યોગ્ય નથી. આ ઉપરાંત સરપંચોએ જિલ્લાના ગામોના જુના ગામતળમાં વધારો કરવાની કાર્યવાહી કરવા તેમજ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું મંજૂર મહેકમ તાત્કાલિક ભરવાની માંગ કરવામાં આવી હતી.