ETV Bharat / state

ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં તસ્કરો બેખોફ બન્યાં છે. રાત્રે તો રાત્રે હવે દિવસે પણ ચોરી થવા લાગી છે. નડિયાદમાં ભરબજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનના બપોરે તાળાં તૂટ્યાં છે. દુકાન પર ત્રાટકી તસ્કરો રૂ.2,20,600ના સોનાચાંદીના ઘરેણાં લઈ ફરાર થઈ ગયાં હતાં. દુકાન માલિકની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી
ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી
author img

By

Published : May 31, 2021, 3:51 PM IST

  • ભરબપોરે દુકાનના તાળાં તૂટ્યાં
  • પોણો કલાકમાં ચોરી કરી તસ્કરો ફરાર
  • 2,20600ના મુદ્દામાલની ચોરી

    નડિયાદઃ નડિયાદ શહેરના ભાવસાર વાડ વિસ્તારમાં આવેલી તવક્કલ જ્વેલર્સ નામની દુકાન પર ભરબપોરે તસ્કરો ત્રાટક્યાં હતાં.તવક્કલ જ્વેલર્સના અજગરઅલી શેખને તેમના પિતાએ ફોન કરી બાઈક આપી જવા જણાવ્યું હતું. જેથી તે દુકાનને તાળું મારી પોણા બે વાગે પિતાની દુકાને ગયાં હતાં. બાદમાં અઢી વાગે દુકાને પરત આવી જોતાં દુકાનના તાળાં તૂટેલાં હતાં.
    એક જ્વેલર્સની દુકાનના બપોરેય તાળાં તૂટ્યાં

આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ કરતી ઉત્તરપ્રદેશની ગેંગના 4 સાગરીતો ઝડપાયા

2,20600 રુપિયાના મુદ્દામાલની ચોરી
પોતાની દુકાનના તાળાં તૂટેલા જોતાં વેપારી ચોંકી ઉઠ્યાં હતાં. બાદમાં દુકાનમાં તપાસ કરતાં ગ્રાહકના સાડા ત્રણ તોલાની પેન્ડન્ટવાળી ચેઈન, ત્રણ સોનાની વીંટી, સોનાના મણકા, ચાંદીનો ભુક્કો મળી કુલ રૂપિયા 2 લાખ 20 હજાર 600ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. દુકાન માલિકે આ અંગે આસપાસની દુકાનોમાં પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈએ આ તસ્કરોને જોયા નહોતાં. આથી દુકાન માલિક અજગરઅલી શેખે આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાંધ્યો હતો. જે બાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જામજોધપુરમાં 29 તોલા સોનાની ચોરી કરનાર 4 આરોપીઓને LCBએ ઝડપી પાડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.