- ખેડા જિલ્લામાં વધુ 199 કોરોના કેસ નોંધાયા
- નડીયાદમાં આજે શનિવારે સૌથી વધુ 134 કેસ
- શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યા છે દર્દીઓ
ખેડા: જિલ્લામાં આજે નડિયાદમાં 134, વસોમાં 19, માતરમાં 13, મહેમદાવાદમાં 8, કપડવંજમાં 7, ઠાસરામાં 7, મહુધામાં 4, ખેડામાં 3, કઠલાલમાં 3 અને ગળતેશ્વરમાં 1 મળી નવા કુલ 199 કેસો નોધાયા છે.
આ પણ વાંચો : નવસારી જિલ્લામાં આજે કોરોનાના 137 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ શહેરમાં આજે શનિવારે 134 નવા કોરોના કેસ નોધાયા છે. શહેરમાં સતત વધતા જઈ રહેલા સંક્રમણને લઈ ચુસ્ત નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. શહેરની હોસ્પિટલો દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે.
જિલ્લામાં કુલ 1,076 દર્દીઓ દાખલ
અત્યાર સુધી જિલ્લામાં કુલ 6,459 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 5360 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે, જ્યારે હાલ કુલ 1,076 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ દાખલ છે.
આ પણ વાંચો : નવસારી જિલ્લામાં એક અઠવાડિયામાં કોરોનાથી 28ના મોત
તાલુકા મથકોની હોસ્પિટલોમાં પણ બેડ મેળવવા મુશ્કેલ
જિલ્લાના શહેરી વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણ સતત વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેને લઈ તાલુકા મથકોની હોસ્પિટલોમાં પણ બેડ મેળવવા મુશ્કેલ બની રહ્યા છે.