દેશભરના પ્રસિદ્ઘ યાત્રાધામો સહિત જગન્નાથપુરી અને દ્વારકામાં ઉત્સાહ-ઉંમગ સાથે ભક્તિભાવપૂર્વક અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ડાકોર માત્રમાં રથયાત્રા તિથી નહીં પરંતુ નક્ષત્રના આધારે યોજવામાં આવે છે.
અષાઢ સુદ બીજની આસપાસ આતી ગુરુપુષ્પ નક્ષત્રમાં ડાકોર ખાતે રાજાધિરાજ રણછોડરાયની ભક્તિભાવપૂર્વક ભવ્ય રથયાત્રાનું યોજવામાં આવે છે. આ માટે હાલ ડાકોર મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રણછોડરાયજીની રથયાત્રા સમગ્ર શહેરમાં ફરી રાત્રે નિજ મંદિરે પરત ફરે છે. રણછોડજીની રથયાત્રામાં ચાંદીનો પ્રાચીન રથ તેમજ લાકડાના રાથનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપરાંત હાથી પર સવારી માટે અંબાડી તેમજ પાલખીનો પણઉપયોગ કરવામાં આવે છે. જે માટે હાલ મંદિર ખાતે રથયાત્રા માટેના તમામ રથને સમારકામ તેમજ પોલીશ કરવા સહિત વિવિધ કામગીરી હાથ ધરાઈ છએ.