ખેડાઃ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ગઈકાલે કપડવંજ બાદ આજે મહુધામાં એક કેસ સામે આવ્યો છે. મહુધામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ 18 કેસ થયા છે.
ખેડા જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નડિયાદ સિવાય જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કોરોનાનો પગપેસારો થતા રોજે રોજ કેસ સામે આવી રહ્યા છે.
કઠલાલ, કપડવંજ બાદ હવે મહુધામાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. મહુધાના રબારીવાસ વિસ્તારમાં રહેતા અને ધોળકાની કેડીલા કંપનીમાં નોકરી કરતા એક 49 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ 5 તારીખના રોજ આવતા તેમને સેમ્પલ માટે સિવિલ હોસ્પિટલ અને બાદમાં કોરોના કેર સેન્ટર ખાતે રિફર કરાયા હતા. જેમનો રિપાર્ટ આજરોજ પોઝિટિવ આવતા નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
મહુધા શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા વિસ્તારને કંટેઈનમેન્ટ કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.