ખેડાના NRI સાથે એરપોર્ટ પર થયેલા અસભ્ય વર્તન અંગે ખેડા સાંસદે રાજ્ય ગૃહપ્રધાનને ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ખેડા લોકસભા વિસ્તારના અનેક પરિવારો વિદેશમાં રહે છે. ત્યાં તેઓ પ્રમાણિકપણે કામ કરી ગુજરાતનું નામ રોશન છે. ત્યારે ગુજરાતમાં જ તેમનું અપમાન થઈ રહ્યું છે.
અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓ સ્વદેશ ફરતા લોકો સાથે અસભ્ય વર્તન કરે છે. જેનો અનુભવ તેમને પણ થયો છે. એક એરપોર્ટ કર્મચારીએ તેમની સાથે અસભ્ય વર્તન કર્યુ હતું. આથી આવા ગેરશિસ્ત અને અસભ્ય કર્મચારીઓ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત પત્રમાં તેમણે એરપોર્ટ થતા ભ્રષ્ટાચાર અંગે વાત કરીને તે વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી.