ETV Bharat / state

ખેડાના કપડવંજમાં સોસાયટીના રહીશો દ્વારા રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારાઈ - ખેડા

ખેડા જિલ્લાના કપડવંજ શહેરની વિનાયક નગર સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. રહીશો દ્વારા રોડ નહીં તો વોટ નહીંના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. રોડ નહી બનાવાય તો રહીશો દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

ખેડા કપડવંજ
ખેડા કપડવંજ
author img

By

Published : Jan 8, 2021, 3:10 PM IST

  • સોસાયટીના રહીશો દ્વારા રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારાઈ
  • રહીશો દ્વારા સોસાયટી વિસ્તારમાં બેનરો લગાવાયા
  • નગરપાલિકા દ્વારા અગમ્ય કારણસર વર્ક ઓર્ડર ઈશ્યૂ કરાતો નથી

ખેડા/કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ શહેરની વિનાયક નગર સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. રહીશો દ્વારા રોડ નહીં તો વોટ નહીંના બેનરો પણ લગાવવામાં આવ્યા છે. રોડ નહી બનાવાય તો રહીશો દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

ખેડાના કપડવંજમાં સોસાયટીના રહીશો દ્વારા રોડ નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારાઈ

10 ટકા લોકફાળો જમા કરાવ્યો છતાં એક વર્ષથી રોડનું કામ ખોરંભે

કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં. 6 વિભાગ 3માં આવેલી વિનાયક નગર સોસાયટીના રહીશો દ્વારા આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. રહીશો દ્વારા વિસ્તારના રોડ બનાવવા માટે સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના અંતર્ગત 10 ટકા લોકફાળો જમા કરાવવામાં આવ્યો છે. છતાં એક વર્ષથી રોડનું કામ ખોરંભે પડ્યું છે. રોડનું કામ ચાલુ કરવા રહીશો દ્વારા માગ કરવામાં આવી રહી છે. જો કામ ચાલુ નહીં થાય તો આગામી સમયમાં આવનારી નગરપાલિકાની ચૂંટણીનો રહીશો દ્વારા સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે તેવા બેનર પણ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે.

નગરપાલિકા દ્વારા અગમ્ય કારણસર વર્ક ઓર્ડર ઈશ્યૂ કરાતો નથી

સ્થાનિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. પરંતુ કોઈ અગમ્ય કારણોસર ટેન્ડર ખોલાતા નથી અને વર્ક ઓર્ડર ઈશ્યૂ કરતા નથી. જેના કારણે એક વર્ષથી સોસાયટીમાં રોડનું કામ ખોરંભે પડયું છે. જેને કારણે રહીશો ભારે અગવડ ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે નગરપાલિકામાં આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી રોડનું કામ ખોરંભે પડ્યું છે જેને લઈને રહીશોમાં આક્રોશ ફેલાયો છે. નગરપાલિકાથી ત્રસ્ત રહીશો દ્વારા આખરે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.