ETV Bharat / state

Nadiad Santram Temple: નડિયાદના સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવની ઉજવણી કરાઈ - Kheda Nadiad Santram Temple

નડિયાદમાં આવેલ સુપ્રસિધ્ધ સંતરામ‌ મંદિરમાં સમાધિ મહોત્સવની ભક્તિપુર્ણ( Santram Mandir Samadhi Mahotsav )ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે મહાપૂર્ણિમાએ(Nadiad Santram Temple ) મહાઆરતી તેમજ સાકરવર્ષા કરવામાં આવી હતી. જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. પ્રતિવર્ષ મહા પૂર્ણિમાએ સમાધિ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે.

Nadiad Santram Temple: નડીયાદના સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવની ઉજવણી કરાઈ

author img

By

Published : Feb 17, 2022, 4:06 PM IST

ખેડા: જિલ્લાના નડિયાદમાં આવેલ સેવાતીર્થની નામનાં ધરાવતા સુપ્રસિધ્ધ સંતરામ‌ મંદિરમાં સમાધિ મહોત્સવની ભક્તિપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિત્તે મહાપૂર્ણિમાએ મહાઆરતી(Celebration of Samadhi Mahotsav)તેમજ સાકરવર્ષા કરવામાં આવી હતી. જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો હતો. સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નું આગવુ મહત્વ છે. પ્રતિવર્ષ મહા પૂર્ણિમાએ સમાધિ મહોત્સવની ભક્તિભાવ (Nadiad Santram Temple)સાથે ઉજવણી કરવામાં આવે છે.

સંતરામ‌ મંદિર મહોત્સવ

191 વર્ષ પહેલા મહાપૂર્ણિમાએ સંતરામ મહારાજે જીવંત સમાધિ લીધી

191 વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય ( Santram Mandir Samadhi Mahotsav)સ્વરૂપ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવંત સમાધી લીધી હતી. આ સમયે ત્યાં મૂકેલા બે દિવા આપોઆપ પ્રજ્વલિત થઈ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. તે દિવસથી આ દિવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. તથા દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂ સંતરામ મહારાજની અંખડ‌ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા‌ પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચોઃ Kheda Vadtal Dham: વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવ ઉજવાયો

સંતરામ મંદિરમાં ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ

મહા આરતી બાદ મંદિરના મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં સેવકોએ સાકર વર્ષા કરી હતી. હજારો કિલો સાકર અને કોપરાનાં પ્રસાદની ઉછામણી કરવામાં આવી હતી. ભાવિકોએ પ્રસાદ રૂપી સાકર તથા સુકુ કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. સમાધિ મહોત્સવ નિમિત્તે દર્શન તેમજ મહાઆરતી અને સાકર વર્ષાનો લાભ લેવા ભક્તોનું માનવ મહેરામણ મંદિરે ઉમટ્યું હતું અને મંદિર પરિસર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચોઃ Dakor Vasant Panchami celebration : વસંત પંચમીએ રંગછોળોમાં રંગાયા ઠાકોરજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.