નડિયાદ: શહેરના ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા કૌશિક મહેતા અને તેમના પત્નીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. શુક્રવાર બપોર બાદ શહેરમાં નિયમિત ચેકિંગ માટે નીકળેલી લોકડાઉન પેટ્રોલિંગ ટીમ જ્યારે ચેકિંગ માટે દંપતીના ઘરે પહોંચી ત્યારે આ દંપતી ઘરે મળ્યું નહતું.
તંત્રને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર દંપતી ફરાર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા દંપતિની શોધખોળ કરવા સહિત કાયદેસરના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે એક તરફ જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલું છે, ત્યારે હોમ ક્વોરન્ટાઈન દંપતિ ફરાર થઈ જતા ગંભીરતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા તેને ઝડપી પાડવા સમગ્ર શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.