- રૂપિયા 42.92 લાખની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ
- વર્ષ 2019-20 દરમિયાન 21 અલગ અલગ ગુનામાં ઝડપાયો હતો દારૂ
- અધિકારીઓની ઉપસ્થિતિમાં ફેરવાયુ બુલડોઝર
ખેડા : રાજ્ય સહિત ખેડા જિલ્લામાં દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવારનવાર વિદેશી દારૂનો જથ્થો પકડાતો હોય છે. પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલાને ક્યારનું કોંગ્રેસમાં આવું છે, પણ નિર્ણય હાઇ કમાન્ડ પર આધારિત : કોંગ્રસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
વર્ષ 2019-20માં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2019-20 દરમિયાન અલગ-અલગ 21 જેટલા ગુનામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. આ પકડવામાં આવેલા કુલ રૂપિયા 42,92,830ની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો શનિવારે ખેડા કેમ્પ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થો એકત્ર કરી તેની પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આ પણ વાંચો : પ્રતિબંધ છતાં ગાંધીનગરમાં ચાલતું હુક્કાબાર, પોલીસે 11 યુવાનોની કરી ધરપકડ
અધિકારીઓની ઉપસ્થિતિમાં ફેરવાયુ બુલડોઝર
વિદેશી દારૂના આ જથ્થાનો ધોરણસરની કાર્યવાહી કરી નાશ કરવામાં આવ્યો હતો. કપડવંજ DYSP, ખેડા પ્રાંત અધિકારી, મામલતદારની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.