ETV Bharat / state

BOBની નડિયાદ રીજીયોનલ બ્રાન્‍ચે મોબાઇલ ATM વાન શરૂ કરી - નડિયાદ રીજીયોનલ બ્રાન્‍ચ દ્વારા મોબાઇલ ATM વાન શરૂ કરાઇ

પ્રવર્તમાન કોરોના વાઇરસના લીધે સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે. જેથી નડિયાદ શહેરના નગરજનોને બેંકમાંથી પૈસા ઉપાડવામાં પડતી તકલીફ દૂર કરવાના હેતુથી બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય કાર્યાલય દ્વારા શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતેથી નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાના વરદ હસ્‍તે મોબાઇલ ATM વાનને પ્રસ્‍થાન કરાવવામાં આવી હતી.

બેંક ઓફ બરોડાની નડિયાદ રીજીયોનલ બ્રાન્‍ચ દ્વારા મોબાઇલ ATM વાન શરૂ કરાઇ

author img

By

Published : Apr 30, 2020, 11:59 PM IST

નડિયાદ: નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્‍યું હતું કે, આ સંજોગોમાં આ મોબાઇલ એટીએમ વાન શહેરીજનોને મળવાથી શહેરમાં રહેતા નાગરિકો અને તેમા પણ ખાસ કરીને વયોવૃદ્ધ નાગરિકો અને બહેનોને મોટો લાભ થશે. તેઓએ આ મોબાઇલ વાન શહેરીજનોને ફાળવવા બદલ બેંક ઓફ બરોડાનો આભાર વ્‍યક્ત કર્યો હતો અને બેંક ઓફ બરોડાની આ સેવાઓને બિરદાવી હતી.

આ મોબાઇલ એટીએમ વાન દ્વારા શહેરીજનો વિવિધ બેંકના એટીએમ કાર્ડના માધ્યમથી પોતાના વિસ્‍તારમાં સરળતાથી અને સલામત રીતે નાણાં ઉપાડી શકશે. આ પ્રસંગે બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય શાખાના રીજીયોનલ મેનેજર મહેન્‍દ્ર બી. વાલા, બેંક ઓફ બરોડાના ડેપ્‍યુટી રીજીયોનલ મેનેજર મયુર ઇદનાની, ખેડા જિલ્‍લાના લીડ ડિસ્‍ટ્રીકટ મેનેજર દિવ્‍યેશ પરીખ, માર્કેટીંગ મેનેજર અર્પિત વ્‍યાસ તથા કોલેજ રોડ બ્રાન્‍ચના મેનેજ ખંડેલવાલ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.