ETV Bharat / state

ખેડામાં મનરેગા હેઠળ વિવિધ કામો અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવી

કોરોના વાઇરસની મહામારીમાં ખેડા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે.ખેડા જિલ્લાની 153 ગ્રામ પંચાયતોમાં 375 કામો શરૂ કરી 3809 શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.

ખેડામાં મનરેગા હેઠળ વિવિધ કામો અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવી
ખેડામાં મનરેગા હેઠળ વિવિધ કામો અંતર્ગત રોજગારી પૂરી પાડવામાં આવી
author img

By

Published : May 19, 2020, 8:33 PM IST

ખેડા:કોરોના વાઇરસને અનુલક્ષીને સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે.લોકડાઉન દરમિયાન રોજ કમાઈને ખાતા શ્રમિક વર્ગને કોઇ પ્રકારની તકલીફ ના પડે એ માટે રાજ્ય સરકાર દ્વારા ચિંતા કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પૂરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્લામાં કલેકટર આઈ.કે.પટેલ અને ડી.એસ.ગઢવી જિલ્લા વિકાસ અધિકારી સહ ચેરમેન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ આયોજન કરી મંજૂરીઓ આપી હતી.

મનરેગા યોજના અંતર્ગત 153 ગ્રામ પંચાયતોમાં 375 કામો શરૂ કરી 3809 શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઝાલાએ જણાવ્યું હતું કે, ગાડવા ગામે સ્થાનિક તળાવો ઉંડા કરવાની કામગીરી મનરેગા કાર્યક્રમ અન્વયે ચાલી રહી છે.અહીંયા શ્રમિકોને બપોરના તાપમાં પણ રાહત રહે તે માટે ઠંડા પીવાના પાણી,લીંબુ શરબત તેમજ છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તેઓએ ઉમેર્યુ કે જ્યાં શ્રમિકો કામ કરી રહ્યા છે, ત્યાં કોરોના વાઇરસની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.

તેમજ શ્રમિકોના બેન્ક એકાઉન્ટમાં બારોબાર તેમને મળવાપાત્ર નાણા જમા કરવામાં આવે છે.લોકડાઉનની પરિસ્થિતિમાં સ્થાનિક કક્ષાએ રોજગારી મળવાથી શ્રમિકોમાં અનેરો આનંદ વ્યાપ્યો છે.શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે નવા તળાવો બનાવવા, હયાત તળાવો ઉંડા કરવા, ચેકડેમ, પ્રધાનમંત્રી આવાસ યોજના,નહેરની સાફ સફાઈ કરવી જેવા કામો કોવિડ 19ની આ માર્ગદર્શિકાને અનુસરી આરોગ્ય ચકાસણી હાથ ધરી માસ્ક પહેરી અંતર જાળવી કામો શરૂ કરવામાં આવ્યા છે.

આમ લોકડાઉનની પરિસ્થિતિમાં ગામડામાં અને ઘર આંગણે રોજગારી આપતા મનરેગા યોજના આશીર્વાદરૂપ બની રહી છે.રાજ્ય સરકારના સકારાત્મક પગલા અન્વયે જિલ્લા ખેડા જિલ્લાનું ગ્રામ્ય જીવન ગતિશીલ બની રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.