આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, 'ટીબી હારેગા- દેશ જીતેગા' તેમજ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલિયો અને શીતળાની જેમ જ ટીબીને પણ દેશ નિકાલ આપવાનો છે. આ માટે ખેડા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓની સાથે સાથે જિલ્લાની તબીબી ટીમ પણ ખૂબ જ સરસ કામ કરી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે કટીબદ્ધતા કેળવી ગ્રામ્ય કક્ષાએ ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં દેશમાંથી ટીબીને નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમને આપણે સૌએ સાથે મળીને પોલિયા અને શીતળાની જેમ ભારત દેશમાંથી ટીબીને પણ કાયમી વિદાય આપવાની જરૂર છે. જેના માટે સૌએ ખૂબ જ ખંતથી કામ કરી માનવ જીવનને બચાવવાની જરૂર છે.
નડિયાદમાં રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ અન્વયે પંચાયતી રાજની બેઠક - નડિયાદ જિલ્લા
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અન્વયે પંચાયતી રાજના સભ્યો માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ક્ષય નિયંત્રણ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, 'ટીબી હારેગા- દેશ જીતેગા' તેમજ તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલિયો અને શીતળાની જેમ જ ટીબીને પણ દેશ નિકાલ આપવાનો છે. આ માટે ખેડા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓની સાથે સાથે જિલ્લાની તબીબી ટીમ પણ ખૂબ જ સરસ કામ કરી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે કટીબદ્ધતા કેળવી ગ્રામ્ય કક્ષાએ ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, 2022 સુધીમાં દેશમાંથી ટીબીને નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમને આપણે સૌએ સાથે મળીને પોલિયા અને શીતળાની જેમ ભારત દેશમાંથી ટીબીને પણ કાયમી વિદાય આપવાની જરૂર છે. જેના માટે સૌએ ખૂબ જ ખંતથી કામ કરી માનવ જીવનને બચાવવાની જરૂર છે.
Body:જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, 'ˈટીબી હારેગા- દેશ જીતેગાˈˈ તેમ જણાવતા ઉમેર્યું હતું કે, પોલિયો અને શીતળાની જેમ જ ટીબીને પણ દેશ નિકાલ આપવાનો છે. આ માટે ખેડા જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓની સાથે સાથે જિલ્લાની તબિબિ ટીમ પણ ખૂબ જ સરસ કામ કરી રહી છે. પરંતુ હજુ પણ આ બાબતે કટીબધ્ધતા કેળવી ગ્રામ્ય કક્ષાએ ટીબી નાબૂદી માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે, ૨૦૨૨ સુધીમાં દેશમાંથી ટીબીને નેસ્તનાબૂદ કરવાની સરકારની નેમ ને આપણે સૌએ સાથે મળીને પોલિયા અને શીતળાની જેમ ભારત દેશમાંથી ટીબીને પણ કાયમી વિદાય આપવાની જરૂર છે. તેના માટે સૌએ ખૂબ જ ખંત થી કામ કરી આપણો માનવ જીવનને બચાવવાની ખૂબ જ જરૂર છે.
સંયુકત નિયામક પટેલે જણાવ્યું હતું કે,વિશ્વમાં હાલની તારીખે લગભગ ૨૦ લાખથી વધુ ટીબીના દર્દીઓ નોંધાયેલા છે. તે પૈકીના ખેડા જિલ્લામાં જ અંદાજે ૫૫૦૦ થી ૬૦૦૦ જેટલા દર્દીઓ નોંધાયેલા છે જેઓને સમયસર દવાઓ અને જરૂરી જાણકારી આપવામાં આવે તો ટીબીને પણ મટાડી શકાય છે. આવા દર્દીઓને મહિને રૂપિયા ૫૦૦ની સહાય આપવામાં આવે છે. તેનો લાભ પણ આપવો જોઇએ.
ર્ડા.જાગાણીએ સૌને આવકારી આ બેઠકની વિસ્તૃત જાણકારી આપી હતી.જિલ્લા ક્ષય અધિકારી ર્ડા.કાપડીયાએ જિલ્લાની ક્ષય અંગેની પરિસ્થિતિની જાણકારી આપી તે ક્ષય નાબુદ થાય તે માટે કરવા પાત્ર કામગીરીની માહિતી આપી હતી.ર્ડા. શેખે સૌનો બેઠકમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર માન્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના ચેરમેન પ્રવિણસિંહ, બાંધકામ શાખાના ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લાના અને તાલુકાના ક્ષય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. Conclusion: