ETV Bharat / state

દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કિમીયો, કારમાં બનાવ્યું ચોરખાનું - smuggling foreign liquor

દારૂની હેરફેર માટે ભેજાબાજો દ્વારા અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે. ત્યારે ખેડા એસઓજી દ્વારા કારમાં ચોરખાનું બનાવી દારૂની થતી હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. એક કારમાં ચોરખાનું બનાવી લઈ જવાતા દારૂના જથ્થા સહિત 1.25 લાખના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતીય ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

foreign liquor
દારૂની હેરાફેર માટે નવો કિમીયો, કારમાં બનાવ્યું ચોરખાનું...
author img

By

Published : Jun 14, 2020, 10:36 PM IST

ખેડાઃ દારૂની હેરફેર માટે ભેજાબાજો દ્વારા અવનવા નુસ્ખા અપનાવવામાં આવતા હોય છે, ત્યારે ખેડા એસઓજી દ્વારા કારમાં ચોરખાનું બનાવી દારૂની થતી હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. એક કારમાં ચોરખાનું બનાવી લઈ જવાતા દારૂના જથ્થા સહિત 1.25 લાખના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતીય ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

ખેડા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાયડ તરફથી ડાકોર તરફ એક એમ.એચ પાર્સિંગની શંકાસ્પદ સેન્ટ્રો ગાડી આવતી હોવાની માહિતી મળી હતી. જેને પગલે કઠલાલ પોલીસ સ્ટેશન હદના સિકંદર પોરડા પાંખિયા ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન એમ. એચ. પાર્સિંગની વર્ણન મુજબની સેન્ટ્રો ગાડી આવતા તેને રોકવા પ્રયત્ન કરતાં તે ઉભી ન રહેતા પીછો કરતાં ડ્રાઇવરે ગાડી થોડી દુર રોડની સાઈડે ઉભી રાખી હતી.

આ કારમાં તપાસ કરતા પાછળની સીટના ભાગે એક પેટી જેવું ચોરખાનું બનાવેલું હતું. જેમાંથી રૂ.22800ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની 238 નંગ બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા ચૈનારામ જમનારામ લુહારને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા દારૂનો જથ્થો, મોબાઇલ તથા કાર મળી કુલ રૂ.1,25,800નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.