ડાકોરઃ શહેરમાં નવનિર્મિત શાકમાર્કેટમાં વલ્લભ નિવાસની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે અંગે કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે હવે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સાંસદને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
આ વિવાદિત બાંધકામ કરનાર ઈસમના સંબંધી નગરપાલિકા સદસ્ય હોવાથી તેઓના દબાણમાં નિયત તારીખ વિત્યા બાદ અને બાંધકામ પૂર્ણ થયા બાદ બાંધકામની ફી વસૂલી મિલકત નંબર પાડવામાં આવેલ છે. તે સામે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈથી માહિતી માંગતા ઉપરોક્ત ભ્રષ્ટાચાર ઉજાગર થયેલ છે. આ સાથે જ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે.