ETV Bharat / state

નડિયાદમાં ગુમ થયેલી બાળાનો ખેડા LCBએ પરિવાર સાથે કરાવ્યો મેળાપ - vapi

નડિયાદ: બસ સ્ટેશન વિસ્તારમાં ખેડા LCB રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બસ સ્ટેશન પાસે રોડ પર એકલી ઉભેલી એક બાળા નજરે પડી હતી. રાત્રી દરમિયાન સુમસાન રોડ પર ઉભેલી બાળાને જોઈને પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તે વાપીની હોવાનું અને પરિવારથી વિખુટી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોતાનું નામ અંજલિ નાનુ પટેલ હોવાનું જણાવ્યું હતું. જો કે, બાળા વાપીથી અહીં કેવી રીતે આવી તે અંગે તેણે કંઈપણ કહ્યું નહોતું. પોલીસે વાપીથી તેના પરિવારજનોને બોલાવી બહેન બનેવીને સોંપી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 11:03 PM IST

મહત્વનું છે કે ગુમ થયેલા બાળકો સાથે અત્યાચારના અનેક બનાવો બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ખેડા LCB દ્વારા સતર્કતા દાખવી પરિવારથી વિખુટી પડેલી બાળાનો પરિવારજનો સાથે મેળાપ કરાવી સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી ઉમદા કામગીરી કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગુમ થયેલા બાળકો સાથે અત્યાચારના અનેક બનાવો બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ખેડા LCB દ્વારા સતર્કતા દાખવી પરિવારથી વિખુટી પડેલી બાળાનો પરિવારજનો સાથે મેળાપ કરાવી સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી ઉમદા કામગીરી કરવામાં આવી છે.

R_GJ_KHD_02_11APRIL19_GUM_BADAKI_DHARMENDRA

નડિયાદ બસ સ્ટેશન પાસેથી મળી આવેલ વાપીથી ગુમ થયેલી સગીર બાળાનો ખેડા એલસીબી દ્વારા પરિવારજનો સાથે મેળાપ કરાવવામાં આવ્યો.
નડિયાદ બસ સ્ટેશન વિસ્તારમાં ખેડા એલસીબી રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બસ સ્ટેશન પાસે રોડ પર એકલી ઉભેલી એક બાળા નજરે પડી હતી.રાત્રી દરમ્યાન સુમસાન રોડ પર ઉભેલી બાળાને જોઈને પોલીસે તેની પૂછપરછ કરી હતી.જેમાં તે વાપીની હોવાનું અને પરિવારથી વિખુટી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું.તેમજ પોતાનું નામ અંજલિ નાનુભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું.જો કે બાળા વાપીથી અહીં કેવી રીતે આવી તે અંગે તેણે કંઈપણ કહ્યું નહોતું.પોલીસે વાપીથી તેના પરિવારજનોને બોલાવી બહેન બનેવીને તેનો કબ્જો સોંપ્યો હતો.
મહત્વનું છે કે ગુમ થયેલા બાળકો સાથે અત્યાચારના અનેક બનાવો બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.ત્યારે ખેડા એલસીબી દ્વારા સતર્કતા દાખવી પરિવારથી વિખુટી પડેલી બાળાનો પરિવારજનો સાથે મેળાપ કરાવી સેવા,સુરક્ષા અને શાંતિના સૂત્રને સાર્થક કરતી ઉમદા કામગીરી કરવામાં આવી છે.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.