ખેડા એલસીબી સ્ટાફ નડિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. જે દરમિયાન મળેલ બાતમીને આધારે રેઇડ કરવામાં આવી હતી. નડિયાદ સરદારનગર પટેલ પાર્કની બાજુમાં ભૈયા ચાલીમાં રહેતા ખેડા જીલ્લાના લિસ્ટેડ બુટલેગર જગદીશ યાદવ ઉર્ફે દાઢી ના ઘરે રેઇડ કરવામાં આવી હતી.
પોલીસે બુટલેગરના ઘરના રસોડામાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી 20 હજારની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂનો 200 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સહીત બુટલેગર જગદીશ દાઢીને ઝડપી તેની વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નડિયાદમાં LCBએ 20 હજારના વિદેશી દારુ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો - gujarat
ખેડા: નડિયાદમાં ઘરના રસોડામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગરને ખેડા એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.