ખેડા જિલ્લાની સેવાલિયા જૂની ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ગોધરા તરફથી ખેડા જિલ્લામાં પ્રવેશતી ઈનોવા કારનું ચેકિંગ કરતા કારમાં પાછળની સીટની ખાલી સાઇડમાં ખાનુ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. જેમાંથી ચાંદીના ઓગાળીને બનાવેલ બે ગઠ્ઠા તેમજ બે હજારના દરની 200 ચલણી નોટો મળી આવી હતી. ચાંદી તેમજ રોકડ રકમ અંગે કારમાં રહેલા સત્યનારાયણ સોની (રાજસ્થાન) તથા રાજેશ સોની (મધ્યપ્રદેશ) એમ બંને ઈસમોને પૂછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. તેમજ કોઈ બિલ કે આધારપુરાવા રજૂ કરી શક્યા નહોતા.
4 લાખ રૂપિયા રોકડા અને રૂ.2,31,786ની ચાંદી તેમજ બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.6,46,786નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ચાંદીના દાગીના ઓગાળી તેને રિફાઇન કરી ગઠ્ઠા બનાવી રાજકોટ લઇ જવામાં આવી રહ્યા હોવાનું બંનેએ પોલીસને જણાવ્યું હતું.