- જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
- મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા : જિલ્લામાં આજે રવિવારે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું.બપોર બાદ વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના મહેમદાવાદમાં રવિવારે સૌથી વધુ 5 ઈંચ વરસાદ થયો હતો. જેને લઈ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં તેમજ ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની સોસાયટીઓમાં કમરસમા પાણી ભરાયા હતા.
ડાકોરમાં પાણી ભરાયા
યાત્રાધામ ડાકોરમાં પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી.રણછોડરાયજી મંદિર બહાર પાણી ભરાયા હતા.આજે રવિવારને લઈ મોટી સંખ્યામાં મંદિરે દર્શન માટે આવેલા ભાવિકો પાણી ભરાતા અટવાયા હતા. વરસાદ અને પવનને લઈ નડીયાદ નજીક ડભાણ થી ખેડા જતાં નેશનલ હાઇવે નં.8 પર એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું હતું.જેને લઈ થોડો સમય વાહન વ્યવહાર અટવાયો હતો. નજીકની હોટેલના પાર્કિંગમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો.