- જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો સાથે મુલાકાત
- જિલ્લા હોદ્દેદારો તથા મહિલા મોરચાના હોદ્દેદારો સાથે બેઠક યોજી
- માસ્ક વિતરણ તેમજ દર્દીઓને કીટનું વિતરણ કર્યુ
ખેડા: પ્રવાસ દરમિયાન ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદ ખાતે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ અર્જુનસિહ ચૌહાણ, પ્રદેશ પ્રધાન જ્હાનવીબેન વ્યાસ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ જિલ્લા હોદ્દેદારો તથા મહિલા મોરચાના હોદ્દેદારો સાથે બેઠક કરવામા આવી હતી. ત્યારબાદ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ વોર્ડ નં-9 માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: પ્રધાન ગણપત વસાવાએ લીધી માંગરોળની મુલાકાત
સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને કીટ વિતરણ કરી
સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડની મુલાકાત લઈને ફ્રુટ, બિસ્કિટ,પાણીની બોટલની કિટનું વિતરણ કરાયું હતું. તેમજ નડીયાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ તથા તેમના સગા સંબધીઓને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ તરફથી બે ટાઈમ ચા- નાસ્તો ને બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સેવા કાર્યમાં પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સાથે પ્રદેશ પ્રધાન જહાનવીબેન વ્યાસ, ખેડા જિલ્લા મહાપ્રધાન નલિનીબેન પટેલ, ઉપપ્રમુખ પિનલબેન, નડીયાદ મહિલા મોરચા પ્રમુખ બેલાબેન શાહ તથા તેમની ટીમ તથા નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા તથા તેમની ટીમ ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચો: કોરોના મામલે શિક્ષણ પ્રધાને મહેસાણા જિલ્લાની મુલાકાત લીધી