ETV Bharat / state

Kheda Crime : ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવવાના મામલામાં હત્યાનો ગુનો નોંધાયો - Kheda Crime

ડાકોરમાં બંધ મકાનમાંથી વૃદ્ધનો મૃૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ડાકોર પોલીસ દ્વારા મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

Kheda Crime : ડાકોરમાં મકાનમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવવાના મામલામાં હત્યાનો ગુનો નોંધાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 3:02 PM IST

માથાના ભાગે માર મારી મોત નિપજાવ્યું

ખેડા : ખેડા જિલ્લાના ડાકોરમાં એક બંધ મકાનમાંથી 75 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો.જે મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં મોતનું કારણ માથાના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનુ આવ્યું છે.જેને લઈ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મામલામાં મૃતકના મોટા પુત્રએ પોતાના નાના ભાઈની પત્ની દ્વારા પોતાના પિતાની હત્યા કરવામાં આવી હોવાની શંકા બાબતે ફરિયાદ નોંધાવી છે. હાલ ડાકોર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.

મૃતદેહનો કબજો લઈ અમદાવાદ ફોરેન્સીક લેબોટરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં મોતનું કારણ માથાના ભાગે માર મારવાના કારણે મોત નિપજ્યું હોવાનું આવ્યું છે.જેને લઈ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ મૃતકના મોટા પુત્ર દ્વારા પોતાના નાનાભાઈની પત્ની પર શંકા દર્શાવી ફરિયાદ નોંધાવાઈ છે. હાલ પોલિસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે...વીરેન્દ્રસિંહ મન્ડોરા ( પીઆઈ, ડાકોર પોલીસ )

બંધ મકાનમાંથી મળી આવ્યો હતો મૃતદેહ : બુધવારના રોજ ડાકોરમાં ભગતજી સ્વાગત હોમ ખાતે આવેલા મકાન નંબર એ 304માંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં મૂળ રાજસ્થાની બ્રાહ્મણ 75 વર્ષીય જગદીશચંદ્ર જમનાલાલ શર્મા તેમના પરિવાર સાથે રહેતા હતાં. તેમની સાથે તેમની પત્ની,નાનો પુત્ર અને તેની પત્ની તેમજ તેમની એક દ4કરી રહે છે. જગદીશચંદ્ર ઉપરના માળે રહેતા હતાં.બે દિવસથી તેઓ લાપતા હતા. જેમાં તપાસ કરતાં બહારથી તાળું મારેલા તેમના મકાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે પીએમ રિપોર્ટ બાદ હત્યાનો ગુનો નોંધ્યો : ઘટના બાબતે જાણ કરવામાં આવતા ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો હતો. ડાકોર પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. જે દરમ્યાન પોસ્ટમોર્ટમ રાપોર્ટ આવતા તેમાં મોતનું કારણ માથાના ભાગે માર મારી મોત નિપજાવ્યું હોવાનુ આવ્યું હતું. જેને લઈ પોલિસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

નાના ભાઈની પત્ની પર શંકા દર્શાવી ફરિયાદ : ઘટનામાં મૃતક જગદીશચંદ્રના મોટા પુત્ર વિજયભાઈ શર્મા દ્વારા પોતાના નાનાભાઈની પત્નીએ હત્યા કરી હોવાની શંકા દર્શાવી મનીષાબેન અજયભાઈ શર્મા સામે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં જણાવ્યુ છે કે નીચેના માળે રહેતા મનીષાબેન પોતાના સસરાને રોજ જમવાનું આપવા ઉપરના માળે જતાં હોય છે. જેને લઈ કોઈ કારણે તેમણે હત્યા કરી હોવાની શંકા દર્શાવી છે.

  1. Kheda News: ડાકોરમાં બંધ મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ હાથ ધરવામાં આવી
  2. Kheda Crime: ખેડામાં હથિયારોથી કેક કાપી જન્મદિવસની ઉજવણી મામલે ગુનો નોંધાયો
  3. Kheda Crime: ખેડામાં નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાતનો મૃતદેહ મળી આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.