ખેડા: વર્ષ 2017માં ઓગસ્ટ માસમાં અમદાવાદ ખાતે રહેતા વિકીભાઈ પટ્ટણીએ પોતાની (Kheda Mahudha murder case)સોસાયટીમાં રહેતી ટ્વિંકલ બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ તેઓ અમદાવાદ છોડી મહુધા તાલુકાના અલીણા ગામે ભાડે રહેતા હતા. જે દરમિયાન વિકીભાઈ અને ટ્વિંકલની તીક્ષ્ણ હથિયારના ઘા કરીને હત્યા કરી(Murder of Bhai Bhabhi in Mahudha) નાખવામાં આવી હતી. જ્યારે બાથરૂમ માંથી આરોપી વિપુલભાઈ પટ્ટણી ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. જે મામલે મહુધા પોલીસે પૂછપરછ કરતાં તેણે ટ્વિંકલના પરિવારજનોએ હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું તેમજ તેની પર પણ તલવારથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસને શંકા જતા વિસ્તૃત પૂછપરછ કરી
મહુધા પોલીસે બેવડી (Nadiad Police )હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસને શંકાસ્પદ જણાતા વિસ્તૃત તપાસ પૂછપરછ કરતા વિપુલે પોતાના ભાઈ ભાભીની હત્યા (Kheda Mahudha murder case)કરી હોવાની કબુલાત કરી હતી. તેણે જણાવ્યા અનુસાર વિકીભાઈએ ટ્વિંકલ સાથે પ્રેમ લગ્ન કરતા તેને અને માતા પિતાને પોતાનું મકાન છોડીને અલગ ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું હતું. તેમજ સમાજમાં તેમના પ્રેમલગ્નને કારણે માતા-પિતાને પણ ઘણું વેઠવું પડ્યું હતું. જે તેનાથી સહન થયું ન હતું જેને લઈને તેણે હત્યા કરી હતી.
આ પણ વાંચોઃ Kishan Bharwad murder case : કિશન ભરવાડ હત્યા કેસના ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા
જમવામાં ઘેનની ગોળીઓ મેળવી બેભાન કરી હત્યા કરી
આરોપી વિપુલની કબૂલાત મુજબ તેણે ઘેનની ગોળીઓ મેળવેલા ભજીયા પોતાના ભાઈ ભાભીને ખવડાવી બેભાન કરી દીધા હતા. જે બાદ ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી બંનેની હત્યા કરી નાખી હતી. જે કબુલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.આ મામલામાં નડિયાદના એડિશનલ સેશન્સ(Nadiad Sessions Court ) જજ ડી.આર.ભટ્ટની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ધવલ બારોટની દલીલો તેમજ રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી વિપુલ પટ્ટણીને તકસીરવાર ઠેરવી હાઇકોર્ટની મંજૂરીની શરતે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃ Murder case in Surat : સિક્યુરિટી ગાર્ડની હત્યાના આરોપી અને તેના મિત્રોની ધરપકડ