ખેડાઃ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી આધારે એક ઈસમની પૂછપચ્છ કરતા તેની પાસેથી 6 નંગ મોબાઈલ, એક ટેબ્લેટ મળી આવ્યુ હતુ. તેના કોઇ જ આધાર પુરાવા ન મળતા ચોરીના હોવાનું જણાતા પોલીસ દ્વારા સઘન પૂછપચ્છ કરવામાં આવી હતી, ત્યારે ઇસમે આ મુદ્દામાલ ચોરીનો હોવાની કબુલાત કરી હતી. તેમજ અન્ય 2 LED ટીવીની ચોરી કરી તેના ભાઈને આપ્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસ દ્વારા 2,040,80ના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરામાં આવી છે.
ખેડા LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મિત્રાલ ગામથી પીજ તરફ રોડ પરથી બાતમીના આધારે એક ઈસમની પૂછપચ્છ કરવામાં આવી હતી. તે ઇસમ શહિદખાન પઠાણ પાસેથી 6 નંગ મોબાઈલ ફોન, એક ટેબ્લેટ તથા એક લેપટોપ મળી આવ્યુ હતુ. આ મુદ્દામાલના આધાર પુરાવા માગતા તેની પાસેથી કોઇ જ આધાર પુરાવો રજૂ નહીં થતા મુદ્દામાલ ચોરી કરી છળકપટથી મેળવ્યાનું જણાતા મુદ્દામાલ સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જેની સઘન પૂછપચ્છ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, આ મુદ્દા માલ ઉપરાંત 2 LED ટીવીની પણ તેણે ચોરી કરી હતી અને પોતાના નાનાભાઈ ઇમરાનને વેચાય નહીં ત્યાં સુધી સાચવવા આપ્યા હતા. જેથી તપાસ બાદ LED ટીવી સાથે તેના નાના ભાઈ ઇમરાન ખાનને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
બંને પાસેથી મળી આવેલા જુદી જુદી કંપનીના 6 મોબાઈલ ફોન,એક ટેબ્લેટ,એક લેપટોપ તેમજ 2 LED ટીવી મળી કુલ રૂપિયા 2,040,80નો મુદ્દામાલ ઝડપી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપીએ આ મુદ્દામાલ મોડાસા, વડોદરા સહિતના સ્થળોએથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.