સ્વીપના નોડલ અધિકારી કાજલ દવેએ જણાવ્યું કે મતદાર શિક્ષણ અને જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત ડી.એ. ડીપ્લેામા અને ડીગ્રી એન્જીનીયરીંગ ટેકનોલોજી કોલેજ, મહેમદાવાદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સો ટકા મતદાન માટે સંકલ્પ લેવડાવવા સાથે લોકસભા ચૂંટણીમાં નૈતિક રીતે મતદાન કરવા જણાવ્યું હતું.
ખેડા જિલ્લામાં મતદાર જાગૃત્તિ માટે છ વિધાનસભા મત વિભાગમાં મતદાર જાગૃત્તિ રથના માધ્યમથી મતદાન જાગૃત્તિ સંદેશા સાથે ઇ.વી.એમ અને વીવીપેટની જાણકારી મતદારો સુધી પહોંચાડવામાં આવી રહી છે. એટલું જ નહીં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓના માધ્યમથી મતદાન જાગૃત્તિનો સંદેશો પહોંચાડવા સાથે સંકલ્પપત્રો ભરાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોએ ખેડા લોકસભા બેઠકની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટેનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો.