- ભાજપ મીડિયા વિભાગની બેઠક યોજાઈ
- ટીમને માર્ગદર્શન આપવામાં આવ્યું
- પક્ષ અને સરકારની કામગીરી લોકો સુધી સચોટ રીતે પહોંચે તે જરૂરી : ડો.જ્યોતિબેન પંડ્યા
ખેડા: જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં આજે જિલ્લા મીડિયા વિભાગની બેઠક મળી હતી. જેમાં ટીમને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ભાવનગરમાં કોંગી કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત, રેમડેસીવીરની માગ સાથે જતા હતા ભાજપ કાર્યાલય
પક્ષ અને સરકારની કામગીરી લોકો સુધી સચોટ રીતે પહોંચે તે જરૂરી : ડો.જ્યોતિબેન પંડ્યા
આ બેઠકમાં મધ્ય ગુજરાતના પ્રવક્તા ડો.જ્યોતિબેન પંડ્યાએ મીડિયા વિભાગની ટીમને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સેવા એ જ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે ભાજપની મીડિયા ટીમ જ્ઞાન વિજ્ઞાનથી વધુ સમૃદ્ધ બને અને આવનારા સમયમાં લોકો સુધી પક્ષ અને સરકારની કામગીરી સચોટ રીતે પહોંચે તે જરૂરી છે. તેનું હોમવર્ક આ પ્રકારની બેઠકોથી પૂરું પાડવામાં આવે છે. કોરોનાકાળમાં જિલ્લા ભાજપ અને તેની મીડિયા ટીમ દ્વારા થયેલી કામગીરીને બિરદાવાઈ હતી.
આ પણ વાંચો: ભાજપના વિનામૂલ્યે ઈન્જેક્શન વિતરણ પર ઉઠ્યા સવાલો
આવનારા સમય માટે ડિબેટ ટિમ તૈયાર કરી
આ પ્રસંગે મધ્ય ઝોન કન્વીનર સત્યેનભાઈ કુલાબકરે જિલ્લા તથા તાલુકા ટીમની સંરચના બાબતે વિગતો મેળવી હતી અને આવનારા સમય માટે ડિબેટ ટિમ તૈયાર કરી તેને વિવિધ રાજકીય પ્રશ્નો અને પ્રજાલક્ષી સમસ્યાઓ માટે તૈયાર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અધિકારીઓએ હાજરી આપી
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી જહાન્વીબેન વ્યાસ, મધ્ય ઝોન સહ કન્વીનર રાજેશભાઇ પરીખ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ, કન્વીનર પ્રચેત મહેતા તથા સહ કન્વીનર દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.