ખેડા ‘મન હોય તો માળવે જવાય', 'અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' 'પંગુ લંઘયતે ગિરીમ્...' આ બધી કહેવાતો કહેવામાં કદાચ સરળ લાગે, પરંતુ ખરેખર જેને પગ નથી તેના માટે કોઈ પણ કામ કરવું, તેમાં પણ ખાસ કરીને રમતગમત ક્ષેત્રે નામ કાઢવું તે બહુ મુશ્કેલ અને પડકારજનક હોય છે. પરંતુ આવા તમામ પડકારોનો સામનો કરી ખેડાની દિવ્યાંગ ખેલાડીએ એક નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
8 વર્ષની વયે ગુમાવ્યો પગ ખેડા જિલ્લાની દિવ્યાંગ 24 વર્ષીય ખેલાડી સાદિકા મીરે (Kheda Disabled Player Sadika Mir) 1, 2 નહીં પરંતુ અત્યાર સુધીમાં 12 ગોલ્ડ મેડલ (Sadika Mir wins Gold Medal in Various Competition) પોતાના નામે કર્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતી ખેલાડી સાદિકાની જિંદગી પણ સામાન્ય રીતે પસાર થઈ રહી હતી. પરંતુ 8 વર્ષની ઉંમરે એક દિવસ બહાર જતા તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતા તે હોસ્પિટલમાં પૂરાં 12 દિવસ સુધી કોમામાં રહી હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે, તે પોતાનો એક પગ આ અકસ્માતમાં ગુમાવી બેઠી છે. તેના માટે આ બહુ કપરી પરિસ્થિતિ હતી.
સાદિકાની હિંમતને સલામ તેના માટે આ માનસિક ટ્રોમા હતો. ભલભલા માણસો આવા સંજોગોમાં રમવાની વાત તો દૂર, પથારી પરથી ઊભા થઈને પોતાનું સામાન્ય જીવન પણ ગુજારી શકવાની ઈચ્છાશક્તિ ખોઈ બેસતા હોય છે, પરંતુ સાદિકાએ (Kheda Disabled Player Sadika Mir) જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું. ભાડાનું મકાન, પિતા સિકંદરભાઈની નબળી આર્થિક પરિસ્થિતિ ને ઉપરથી પિતાને હાઈબ્લડપ્રેશર અને ડાયાબિટીસની બીમારી. આ તમામ પરિસ્થિતિમાં પણ સાદિકાએ હિંમત રાખી હતી.
પિતા રીક્ષા ચલાવે છે દિવ્યાંગ ખેલાડી સાદિકાના સ્વપ્નને પૂર્ણ કરવા તેના પિતા સિકંદરભાઈ ખેડામાં રીક્ષા ચલાવે છે. જ્યારે માતા લોકોના ઘરે ઘરકામ કરી મહેનતરૂપી યજ્ઞ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં સાદિકાએ (Kheda Disabled Player Sadika Mir) 2 વર્ષ સુધી ઘરે રહી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ અમદાવાદ ખાતે અપંગ માનવ મંડળ (apang manav mandal ahmedabad) દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો.
રમતને નિખાર આપ્યો વર્ષ 2012માં અપંગ માનવ મંડળ સ્કૂલમાંથી સાદિકાને (Kheda Disabled Player Sadika Mir) ખેલમહાકુંભમાં રમવાનો અવસર મળ્યો હતો. તેમાં તેણે ગોળા ફેંકમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. આ સફળતાથી તેમનામાં ઉત્સાહનો સંચાર થયો અને તે હજી વધુ મેડલ જીતી શકે છે તેવી ભાવના દ્રઢ થઈ. ત્યારબાદ તે પોતાના વતનમાં 'ધી સોસાયટી ફૉર ફિઝિકલી હેન્ડિકેપ્ડ ઓફ ધી ખેડા ડિસ્ટ્રીકટ' સાથે જોડાયા બાદ પોતાની રમતને નિખાર આપ્યો હતો.
ખેલ મહાકુંભમાંથી મળી પ્રેરણા 45મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટ 2022-23 માં ‘ડિસ્ક થ્રો અને શોટ પુટ’માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અડગ મનોબળ અને શિક્ષકોની પ્રેરણાથી તેણે ખેલ મહાકુંભ 2022માં (Khel Mahakumbh 2023) 'ડિસ્ક થ્રો' અને 'શોટ પૂટ' રમતમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ (Sadika Mir wins Gold Medal in Various Competition) પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત 45 મી ગુજરાત સ્ટેટ પેરા એથ્લિટ 2022-23માં (Gujarat State Para Athlete) ડિસ્ક થ્રો અને શોટ પુટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ: સાદિકા આજ દિન સુધી સાદિકાએ (Kheda Disabled Player Sadika Mir) રમતોમાં 12 જેટલા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. આટલેથી ન અટકતા તે હજી રાજ્ય અને દેશ માટે રમીને ગોલ્ડ મેડલ (Sadika Mir wins Gold Medal in Various Competition) મેળવવાની અપેક્ષાઓ રાખે છે. ખેલ મહાકુંભની (Khel Mahakumbh 2023) જીતથી પોતાના રમતગમત ક્ષેત્રમાં આગળ વધવાની મહત્વકાંક્ષાને વેગ મળ્યો તેમ જણાવતા સાદિકા કહે છે કે, કદાચ મારી પરિસ્થિતિ અલગ હોઈ શકે પરંતુ, મારું મનોબળ મજબૂત છે. એક દિવસ હું ભારત માટે ગોલ્ડ મેડલ જીતીશ.
આ પણ વાંચો જૂનાગઢની નિવા લાખાણીએ કરાટેમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતીને શહેરને અપાવ્યું ગૌરવ
અનેક ખેલાડીઓની પ્રતિભા સામે આવી રાજ્યમાં શરૂ થયેલ ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2023) અભિયાને ફક્ત શહેરોમાં જ નહીં, પરંતુ રાજ્યના ખૂણે ખૂણે રહેલા રમતવીરોની પ્રતિભા બહાર લાવવાનું કામ કર્યું છે. તાજેતરના સમયમાં પેરાઓલમ્પીકમાં ગુજરાતની ભાવિના પટેલ, પારૂલ પરમારે જે રીતે દિવ્યાંગ કેટેગરીની બેડમિન્ટનમાં ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે. તે જ રીતે સાદિકા પણ ડિસ્ક થ્રો અને શોટ પૂટમાં ખેડા અને ભારતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે.