ખેડા : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદન ગામે ફાયરિંગ કરી ઢેલનું મોત નીપજાવવામાં આવ્યું હતું.ફાયરિંગની ઘટના અંગે જાણ કરવામાં આવતા મહેમદાવાદ પોલિસ તેમજ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.પક્ષીનો શિકાર કરવા આવેલા શિકારીઓ ગ્રામજનો એકત્ર થતા ભાગી છુટ્યા હતા.ઘટના મામલે મહેમદાવાદ વન વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હું ગલ્લે બેઠો હતો ત્યારે બોમ્બ ફૂટે તેવો અવાજ આવ્યો. એટલે ખેતર માલિકે જોયું કે બે ત્રણ માણસો ખેતરમાં હતા. તેમણે બૂમ પાડી એટલે ગોળી ચલાવનાર માણસો ભાગી ગયા હતા. અમે પાંચ છ જણે તપાસ કરી તો ઢેલ પક્ષી મળી આવ્યું જેને અમે બાંકડે લઈ જઈ સરપંચને જાણ કરી હતી. આ લોકો બહારના હતા એક રિક્ષા અને એક્ટિવા હતું.રિ ક્ષામાં ત્રણ જણ હતા અને એક્ટિવા પર બે માણસો હતા...વિજયભાઈ (સ્થાનિક)
પોલીસને જાણ કરવામાં આવી : ગામના સીમ વિસ્તારમાં શિકાર કરવા આવેલા શિકારીઓની ટોળકીએ ફાયરિંગ કરી ઢેલનો શિકાર કર્યો હતો.લોકો એકત્ર થઈ જતાં શિકારીઓ ભાગી છુટ્યા હતા. ઘટના મામલે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઢેલ મૃત હાલતમાં મળી :આ ઘટના રુદન ગામની સીમમાં ગજકુઇ વિસ્તારમાં સાંજના સમયે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ધડાકાને પગલે ગ્રામજનો સીમ વિસ્તારમાં જતાં ત્યાંથી શિકારીઓ ફરાર થઇ ગયા હતા. ગ્રામજનોને ઢેલ પક્ષી મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે બાબતે સ્થાનિક લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી.સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ સહિત મહેમદાવાદ પોલિસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે મામલો વન વિભાગને લગતો હોઈ મહેમદાવાદ આરએફઓને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વન વિભાગના નિયમો મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે આરએફઓ ભાવનાબેને જણાવાયુ હતું કે ઢેલનો શિકાર કરવા બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઘટનામાં સંડોવાયોલા ઈસમોની તપાસ કરી તેમને ઝડપી પાડવા સહિતની તપાસ હાથ ધરાઈ રહી છે...ભાવનાબેન (આરએફઓ)
શિકારીઓને પકડવા કાર્યવાહી : વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ ઘટનાને પગલે મહેમદાવાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મૃત ઢેલને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયું હતું. વન વિભાગ દ્વારા ગુનો નોંધી ઘટનામાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.