ETV Bharat / state

Amarnath Cloud burst: ખેડાનું વૃદ્ધ દંપતિ અમરનાથમાં ફસાયું, પરિવારજનો ચિંતિત - Kheda couple was trapped in Amarnath

પવિત્ર અમરનાથ (Amarnath Yatra 2022)ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. કેટલાય યાત્રાળુઓના મોત નિપજ્યા છે. અનેક યાત્રાળુઓ ફસાયા(Amarnath Cloud burst) છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામના હર્ષદ પટેલ અને તેમના પત્ની પ્રેમીલા પટેલ પણ ત્યાં ફસાતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.

Amarnath Cloud burst: ખેડાનું વડીલ દંપતિ અમરનાથમાં ફસાયું, પરિવારજનો ચિંતિત

author img

By

Published : Jul 9, 2022, 5:10 PM IST

ખેડાઃ યાત્રાધામ અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાની (Amarnath Cloud burst)ઘટનાને પગલે કેટલાય યાત્રાળુઓના મોત નિપજ્યા છે. કેટલાય યાત્રાળુ ગુમ થયા છે. તેમજ હાલ અનેક યાત્રીઓ (Amarnath Cave CloudBurst)ફસાયેલા છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના અલીણા ગામના હર્ષદ પટેલ અને તેમના પત્ની પ્રેમીલા પટેલ પણ ત્યાં ફસાતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે.

ખેડાનું દંપતિ અમરનાથમાં ફસાયું

આ પણ વાંચોઃ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 15 શ્રદ્ધાળુઓના મોત, 40 ગુમ, મોદી-શાહે સ્થિતિ વિશે પૂછપરછ કરી

હેમખેમ પરત ફરે તેવી પ્રાર્થના કરી -પરિવારજનો દ્વારા સતત તેમનો સંપર્ક (Amarnath Cloud burst)કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ સંપર્ક થઈ શકતો નથી જેને લઈ તેમની સલામતીને લઈ ભારે ચિંતિત બન્યા છે. સતત પ્રયત્નો છતા સંપર્ક થઈ શક્યો નથી. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમના દ્વારા આર્મીનો સંપર્ક કરતા પણ હાલ કોઈ માહિતી મળી શકી નથી. જેને લઈને ચિંતિત પરિજનો તેમના બંને વડીલ સલામત હોય અને હેમખેમ પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 6 લોકો એરલિફ્ટ, 16ના મોત

28 જૂનના રોજ યાત્રાએ ગયા - અલીણા ગામે રહેતા 65 વર્ષિય હર્ષદ પટેલ અને તેમના પત્ની પ્રેમીલા 28 જૂનના રોજ બોરસદથી યાત્રા સંઘમાં ત્રણ બસો ગઈ હતી તેમાં અમરનાથ યાત્રાએ ગયા હતા. વાદળ ફાટવાની ઘટના બાદથી તેમનો કે તેમની સાથેના અન્ય કોઈ યાત્રીનો સંપર્ક થઈ શક્યો નથી. હાલ ત્યાં વિવિધ સલામતી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હોય તેમના સ્વજનો હેમખેમ મળી જાય તેવી ખેવના પરિવારજનો વ્યક્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.