- ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો
- રવિવારના રોજ ખેડા જિલ્લામાં નવા 5 કેસ નોંધાયા
- ખેડા જિલ્લામાં કુલ 117 એક્ટિવ કેસ
ખેડા : જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. ખેડા જિલ્લામાં દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. રવિવારના રોજ ખેડા જિલ્લામાં નડીયાદમાં 3 અને કઠલાલ તેમજ વસોમાં 1-1 મળી કુલ 5 નવા કેસ નોંધાયા છે.
Kheda Corona Update - કુલ 117 દર્દીઓ દાખલ
ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 10354 દર્દીઓ નોંધાયા છે.જેમાંથી 10,189 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 117 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.
ખેડા જિલ્લામાં 397135 નાગરિકોનું રસીકરણ કરાયું
ખેડા જિલ્લામાં હાલ કોરોના રસીકરણ પ્રક્રિયા ચાલી રહી છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી 45 વર્ષથી ઉપરના કુલ 3,54,514 નાગરિકોનું તેમજ 18થી 44 વર્ષના કુલ 42,621 નાગરિકોનું મળી કુલ 3,97,135 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો -