ખેડાઃ જિલ્લામાં દિનપ્રતિદિન ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઈ રહ્યો છે. નડિયાદ શહેરમાં રોજેરોજ વધુને વધુ સંખ્યામાં કોરોના સંક્રમિત કેસો નોંધાઈ રહ્યા છે. બુધવારે નડિયાદ શહેરમાં 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
- ખેડા શહેર - 2
- નડિયાદ - 19
- ઠાસરા - 1
- મહુધા - 1
- કપડવંજ - 1
ખેડા જિલ્લાના ઠાસરા, મહુધા અને કપડવંજમાં 1-1 તેમજ ખેડા શહેરમાં 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક જ દિવસમાં 24 કોરોના પોઝિટિવ નોંધાતા કોરોના સંક્રમિત કેસનો કુલ આંક 406 થયો છે. સતત વધતા કેસના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ખેડા કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 406
- કુલ સક્રિય કેસ - 125
- કુલ ડિસ્ચાર્જ - 218
- કુલ મૃત્યુ - 15
ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા વિવિધ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ જિલ્લામાં નવા કોવિડ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા તેમજ બિનજરૂરી અવરજવર ટાળવા લોકોને અપીલ કરવામાં આવી છે.