- ડાકોર ખાતે કેરી મનોરથની ઉજવણી કરાઈ
- રણછોડરાયજીને 3000 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો
- મંદિરમાં દર્શન ખુલ્યા બાદ પ્રથમ મનોરથ થતા ભાવિકોમાં ખુશી
ખેડા: કોરોનાના કહેરને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ, મહામારીમાં રાહત મળતા મંદિર ખોલી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શનિવારે કેરી મનોરથની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ભાવિકોએ દર્શન કર્યા હતા.
આ પણ વાંચો: ખેડામાં યાત્રાધામોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા, ભાવિકોમાં ખુશીની લાગણી
3000 કિલો કેસર કેરીનો ભોગ
મંદિરમાં કેરી મનોરથની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. કેરી મનોરથ નિમિત્તે વૈષ્ણવો દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી મહારાજને 3000 કિલો (151 મણ) કેસર કેરીનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.
મંદિરમાં ખુલતા ભાવિકોમાં ખુશી
મંદિરમાં ખુલ્યા બાદ પ્રથમ મનોરથ થતાં ભાવિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ મનોરથના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે, વધેલા કોરોના સંક્રમણને લઈ મંદિર બંધ રહેતા તહેવારો અને ઉત્સવોની ઉજવણી મંદિરમાં બંધ બારણે કરવામાં આવતી હતી. જેમાં, ભાવિકોને પ્રવેશ અપાતો નહોતો.
આ પણ વાંચો: યાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી
કોવિડ ગાઇડલાઇન સાથે ભાવિકો કરી શકશે દર્શન
કોરોના સંક્રમણ હળવું થતાં 11 જૂનથી સરકારની ગાઇડલાઇન મુજબ ભાવિકો માટે મંદિર ખોલવામાં આવ્યું છે. જેમાં આરતી સિવાય ભાવિકો 50 વ્યક્તિની મર્યાદામાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે હાલ મંદિરમાં દર્શન કરી શકે છે.