ખેડાઃ કોંગ્રેસના વધુ એક નેતા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કપડવંજના કોંગી ધારાસભ્ય કાળુસિંહ ડાભીને રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓ નડીયાદ ખાતે આવેલી એન.ડી. દેસાઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમના સેમ્પલ મેળવી કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ પોઝીટીવ આવતા હાલ તેઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.
![કોંગી ધારાસભ્ય કાળુસિંહ ડાભી કોરોના સંક્રમિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-khd-02-mla-sankramit-photo-story-7203754_07092020190333_0709f_1599485613_923.jpeg)
તેઓ કોરોનાનો ભોગ બનતા તેમના પરિવારજનો તેમજ કોંગી અગ્રણીઓ અને કાર્યકરો સહિત સમર્થકોમાં ચિંતા ફેલાઇ છે. જો કે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.