ETV Bharat / state

ખેડામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત, બીમાર વૃદ્ધ અને વરરાજાએ કર્યું મતદાન

author img

By

Published : Feb 28, 2021, 8:22 PM IST

લોકશાહીના મહાપર્વ એટલે મતદાનના દિવસ દરમિયાન મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ઉત્સાહી મતદારોમાં લોકશાહીનો જીવંત ધબકાર જણાયો હતો. જેમાં અકસ્મતમાં ગભાર રીતે ઇજાગ્રસ્ત, બીમાર વૃદ્ધ મતદાર તેમજ વરરાજાએ લગ્ન પહેલા ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ખેડાના અનોખા મતદાતાઓ
ખેડાના અનોખા મતદાતાઓ
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મતદાતા એમ્બ્યુલન્સમાં મત આપવા પહોંચ્યા
  • વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન
  • બિમાર વૃદ્ધ મતદાતાએ રિક્ષામાં પહોંચી કર્યું મતદાન

ખેડા : લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનો દિવસ છે. જેમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. ઉત્સાહી મતદારોમાં લોકશાહીનો જીવંત ધબકાર જણાયો હતો. જેમાં અકસ્મતમાં ગભાર રીતે ઇજાગ્રસ્ત, બીમાર વૃદ્ધ મતદાર તેમજ વરરાજાએ લગ્ન પહેલા ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ખેડાના અનોખા મતદાતાઓ

પોતાના બન્ને પગ ગુમાવી ચૂકેલા મુસ્તકીમ નામના મતદારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું

કપડવંજમાં બે દિવસ અગાઉ જ અકસ્માતમાં ગંભીર રીતે ઇગ્રસ્ત થયેલા અને પોતાના બન્ને પગ ગુમાવી ચૂકેલા મુસ્તકીમ નામના મતદારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. કપડવંજના વૉર્ડ નંબર 2માં આવેલા મતદાન મથકે એમ્બ્યુલન્સ મારફતે પહોંચીને મતદાન કર્યું હતું. મુસ્તકીમે જણાવ્યું હતું કે, જે થવાનું હતું તે થઇ ગયું છે, પણ હું મારી ફરજ નહીં ચૂકું તેમ જણાવી તેમને મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આ સાથે જ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મતદાન મથકના સ્ટાફ દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને તેમને મદદરૂપ બની મતદાન માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ હતી.

વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન

ખેડાના કપડવંજમાં જ રવિવારે લગ્ન માટે નિકળેલા વરરાજાએ પણ લગ્ન પહેલા પોતાનું મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવી હતી. લગ્ન માટે જતા વરરાજા સીધા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં મત આપી બાદમાં લગ્ન માટે ગયા હતા.

ખેડાના અનોખા મતદાતાઓ
વરરાજાએ લગ્ન પહેલા કર્યું મતદાન

બિમાર વૃદ્ધ મતદાતાએ રિક્ષામાં પહોંચી કર્યું મતદાન

નડિયાદ ખાતે એક ઉંમરલાયક વૃદ્ધ અને કેટલાક દિવસોથી બીમાર એવા મતદાતાએ બિમારીને અવગણી રિક્ષામાં મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમને મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. ખેડા જિલ્લામાં રવિવારના રોજ ઉત્સાહપૂર્વક મતદાન થયેલું જોવા મળ્યું હતું. જેમાં મતદાતાઓમાં લોકશાહીનો જીવંત ધબકાર જણાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.