ETV Bharat / state

ખેડા જિલ્લામાં 24 ખાનગી હોસ્પિટલોમાં 521 બેડની સુવિધામાં વધારો - નડિયાદ ન્યૂઝ

ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા સઘન પગલાં લેવાઈ રહ્યા છે. વહિવટી તંત્ર દ્વારા લોક જાગૃતિના સતત પ્રયાસો દ્વારા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ કરાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. ખેડા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કોરોનાના દર્દીને સમયસર સારવાર મળી રહે તે અર્થે જિલ્લામાં 24 ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. જેમાં તમામ સગવડ સાથે 521 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્‍યા છે.

જિલ્‍લા કલેક્ટરની કોરોના અંગેની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ

author img

By

Published : Apr 13, 2021, 7:26 PM IST

  • જિલ્લામાં 1,423 બેડની સવલત ઉપલબ્ધ થઇ
  • કોરોના સામેના જંગમાં જિલ્‍લામાં સઘન રસીકરણ અને બેડની સંખ્‍યામાં વધારો કરાયો
  • જિલ્‍લા કલેક્ટરની કોરોના અંગેની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ

ખેડા: સિવિલ હોસ્પિટલ નડીયાદમાં 174 અને ખેડામાં 213 બેડની વ્‍યવસ્‍થા કોવિડની સારવાર માટે કરવામાં આવી છે. આમ, સિવિલ હોસ્પિટલમાં કુલ 387 બેડ ફાળવાયા છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ 115 બેડ મંજૂર કરાયા છે. જેમાં 1,023 ઓક્સિજન બેડ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 6 તાલુકામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્‍યા છે. જેમાં 400 બેડની વ્‍યવસ્‍થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, જિલ્‍લા વહિવટી તંત્ર દ્વારા જિલ્‍લાના ગ્રામ્ય કક્ષા સુધીની કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે આરોગ્‍ય તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

​આ પણ વાંચો: ગાંધીનગરમાં યુથ હોસ્ટેલ અને NICMમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા

કોરોના સામે જિલ્‍લામાં સઘન રસીકરણ

આ ઉપરાંત સાથે-સાથે લોકોમાં રસીકરણની જાગૃતિ ફેલાઈ અને જિલ્‍લામાં 45 વર્ષથી મોટી ઉંમરની તમામ વ્‍યકિતઓ રસી લે તે માટેની પણ સઘન ઝૂંબેશ ચાલુ કરવામાં આવી છે. જેને વ્‍યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તેમ જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્‍યું છે.

જિલ્‍લા કલેક્ટરની કોરોના અંગેની ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ

​જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યુ છે કે, હાલ સમગ્ર રાજયમાં કોરોનાની મહામારીએ વેગ પકડયો છે, ત્‍યારે જિલ્‍લાના તમામ નાગરિકોએ કોરોના અંગેની રાજય અને કેન્‍દ્ર સરકારની ગાઇડ લાઇનનું ફરજિયાતપણે પાલન કરવું જોઇએ. જેથી જિલ્‍લામાં કોરોનાની મહામારી સામે તેઓ પોતે રક્ષણ મેળવી શકે.

​આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર

ખાનગી હોસ્પિટલોને પણ માન્‍યતા આપવામાં આવી

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, નડિયાદમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલો જેવી કે શ્લોક હોસ્‍પિટલ, ડો. બી.એલ.ભટ્ટની હોસ્પિટલ, કેયા હોસ્પિટલ, સંજય હોસ્પિટલ, ડો.પારેખની હોસ્પિટલ, ડો.વિક્રમભાઇની હોસ્પિટલ, મેથોડિસ્‍ટ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત માતર તાલુકાની સોખડા ખાતેની ચરોતર હોસ્પિટલને પણ માન્‍યતા આપવામાં આવી છે.

બેડની ફાળવણી

નડિયાદમાં ફાળવેલી હોસ્પિટલમાં સંજય હોસ્પિટલમાં 44 બેડ, સાંઈ શ્રદ્ધા હોસ્પિટલમાં 15 બેડ, પારેખ હોસ્પિટલમાં 30 બેડ, કેયા હોસ્પિટલમાં 30 બેડ, વિક્રમ હોસ્પિટલમાં 10 બેડ, બી. એલ. ભટ્ટ હોસ્પિટલમાં 25 બેડ, શ્લોક હોસ્પિટલમાં 70 બેડ, રુદ્ર હોસ્પિટલમાં 30 બેડ, રાધાસ્વામી હોસ્પિટલમાં 40 બેડ, મેથોડિસ્ટ હોસ્પિટલમાં 30 બેડ, એસ. આર. શાહ હોસ્પિટલમાં 04 બેડ, અમિ હોસ્પિટલમાં 10 બેડ, શ્રદ્ધા હોસ્પિટલમાં 15 બેડ, સુરુચિ હોસ્પિટલમાં 25 બેડ, ઓમકાર હોસ્પિટલમાં 09 બેડ, કૃતાર્થ હોસ્પિટલમાં 14 બેડ, મહાગુજરાત હોસ્પિટલમાં 40 બેડ, ચરોતર હોસ્પિટલમાં 17 બેડ, આરકેશ હોસ્પિટલમાં 10 બેડ, શ્રીનાથ હોસ્પિટલમાં 07 બેડ, મહુધા ખાતે આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 10 બેડ, કઠલાલ ખાતે કેરવેલ હોસ્પિટલમાં 16 બેડ, મહેમદાવાદ તાલુકાના ખાત્રજ પાસે વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 10 બેડ અને ખેડા ખાતે વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 10 બેડ ફાળવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.